• Gujarati News
  • National
  • ભચાઉ તાલુકાના 598કુટુંબોનેઅન્ન સુરક્ષા કાયદાનો નથી મળતો લાભ

ભચાઉ તાલુકાના 598કુટુંબોનેઅન્ન સુરક્ષા કાયદાનો નથી મળતો લાભ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંમા અન્નપૂર્ણા યોજના હેઠળ 2011ની વસતી ગણતરીના આધારે રાશનકાર્ડ ધારકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અન્વયે ભચાઉ તાલુકાના ઘણા બી.પી.એલ. કાર્ડધારકોની બાદબાકી થતાં લોકો દ્વારા રોષ ઠલવાતાં સરકારે આવા લોકોનો પુન: સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. જેના આધારે તાલુકાના 598 કુટુંબોને લાભ આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે.

કચ્છના 10 તાલુકાને ધ્યાનમાં લેવામાં આવે તો અંદાજીત 5000 પરિવારોનો અન્ન સુરક્ષા કાયદામાં પાછળથી સમાવેશ કરી મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તાલુકાના તમામ બી.પી.એલ.ધારકોને લાભ નથી મળતો, તેવી રજૂઆત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભરત ઠક્કરે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને કરી છે.

પરંતુ સરકાર દ્વારા વિતરીત કરાતા અનાજના જથ્થા માટે સ્પેશિયલ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 2011ની વસતી ગણતરીવાળા રાશનકાર્ડધારકોનો સમાવેશ થાય છે. પાછળથી મંજૂર કરવામાં આવેલા કાર્ડધારકના નામ સોફ્ટવેરમાં દાખલ થતા હોઇ પરિવારોને અન્ન સુરક્ષા કાયદાનો લાભ મળતો નથી. છેલ્લા ચાર મહિનાથી કાર્ડધારકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો ગરીબ પરિવારોને તાત્કાલિક યોજનાનો લાભ મળે તે માટે નવો સોફ્ટવેર અથવા આજ સોફ્ટવેરને અપડેટ કરવામાં આવે તેવી રજૂઆત મંત્રીને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...