તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્વાઇન ફ્લુની હેટ્રિક : નવાગામની મહિલાને પોઝિટિવ

સ્વાઇન ફ્લુની હેટ્રિક : નવાગામની મહિલાને પોઝિટિવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંગરમી વધવાની સાથે અાશ્ચર્યજનક રીતે સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે પોઝિટિવ કેસ બહાર આવતાં એક માસમાં એચવન-એનવનના 11 કેસ નોંધાયા છે. ભચાઉ તાલુકાના નવાગામના 61 વર્ષના મહિલાને ભુજની જનરલ હોસ્પિટલમાં શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયા

...અનુસંધાન પાના નં. 6હતા.સોમવારે તેના પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં ગરમી વચ્ચે વકરી રહેલો રોગ આરોગ્ય વિભાગ માટે હવે પડકાર બની રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કુર્મીના જણાવ્યા મુજબ મહિલાની તબિયત સ્થિર છે. કચ્છમાં ગત માસના બીજા સપ્તાહથી વકરી રહેલા સ્વાઇન ફ્લુના કારણે ફેબ્રુઆરી મહિનામાં એક મહિલાનું મોત થયું છે. ચાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે દર્દી સ્વસ્થ થઇ જતાં તેમને રજા આપી દેવાઇ હોવાનું રોગચાળા નિયંત્રણ અધિકારીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...