તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ દયાપર

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/ દયાપર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ/ દયાપર

ભચાઉતાલુકામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે યુવાનોના મોત થયા હતા. સિકરા પાસે ટ્રેઈલરના ઠાઠા પાછળ કાર ઘુસી જતા લખપત તાલુકાના ધારેશી ગામના 37 વર્ષીય યુવા અગ્રણી જશુભા ખીમાજી જાડેજાનું મોત નિપજ્યુ હતુ. તેઓ પોતાની કાર દ્વારા સુરેંદ્રનગર જવા નિકળ્યા હતા ત્યારે શિકરા પાસે ટ્રેઈલરના ઠાઠા પાછળ ધડાકાભેર કાર ઘુસી ગઈ હતી. કાર એટલી ગતીમાં હતી કે કારના અગ્ર ભાગનો બુકડો વળી ગયો હતો. અકસ્માત બાદ પાછળ આવી રહેલા કાર ચાલક માવજીભાઈ મોમાયાએ તેમને ભચાઉની હોસ્પીટલ ખસેડ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નિપજ્યુ હતુ. મ્રુતક ભાજપના અગ્રણી તેમજ ગામમાં સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલા હતા. ગૌભક્ત એવા સદગત જશુભા કોંટ્રાક્ટનો વ્યવસાય કરતા હતા અને હાલમાં તેમનું સુરેંદ્રનગર નજીક કામ ચાલુ હોવાથી તેઓ ત્યાં જતા હતા. પરીવારમાં ચારભાઈઓમાં તેઓ બીજા નંબરના હતા. તેમના પિતાનું બે વર્ષે અગાઉ મોત થયુ હતુ અને તેમના સંતાનમાં બે પુત્ર તેમજ એક પુત્રી છે. તેઓ દર વર્ષે અષાઢી બીજનાના નાનકડા એવા ધારેશી ગામમાં પાટકોરીનું આયોજન કરતા હતા. અષાઢી બીજ આડે પંદર દિવસજ બાકિ છે ત્યર એતેમનું અકસ્માતમાં મોત થયુ હતુ. તેઓ મુળ તાલુકાના બૈયાવા ગામના રહેવાસી હતા. લાંબા સમયથી ઘારેશીમાં રહેતા હતા, તેઓ ગામમાં ઉપસરપંચ તરીકે સેવા પાણ આપી ચુક્યા હતા. બીજા એક બનાવમાં નવી ચીરઈ પાસે ઓવરબ્રિજના પુલ પાસે કોઇ 20થી 25ની વયના અજાણ્યા રાહદારી યુવાનને વાહને ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યુ હતુ. વાહન ચાલકવાહન લઈ રફુચક્કર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...