તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાકડિયાની યુવતીને બે લાખના શિશામાં ઉતારી ઠગ જ્યોતિષ છૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાકડિયાની યુવતીને બે લાખના શિશામાં ઉતારી ઠગ જ્યોતિષ છૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભચાઉનાલાકડિયા ગામે રહેતી એક બ્યૂટીપાર્લર ચલાવતી યુવતીને ધૂતારો જ્યોતિષ મળી જતાં સોનાની વિધિ કરવાથી સોના જેવો ધંધો ચાલે તેવું જણાવી વિધિના બહાને બે લાખનું સોનું લઈ રફુચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી છે, બનાવમાં ભોગ બનનારી યુવતીને રોવાનો વારો આવ્યો હતો.

ભચાઉના લાકડિયા ગામે રહેતા અલ્પાબેન જલાભાઈ પરમાર (ઉ.વ.23)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેનો લાકડિયા મુકામે બ્યૂટીપાર્લરનો વ્યવસાય બરાબર ચાલતો હોઈ તેણે અખબારમાં આદિપુરમાં રાધા કી રાની જ્યોતિષની જાહેરાત વાંચીને જગદીશભાઈ જ્યોતિષને ફોન કર્યો હતો, જ્યોતિષે તેમને વિધિ સોનાની વિધિ કરાવી પડશે, તો સોના જેવો ધંધો ચાલે તેવું જણાવી હતું અને વિશ્વાસમાં લઈ જ્યોતિષીએ બે ત્રણ દિવસ પછી ફરી ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, એક લાખ કપડાંમાં એલાયચી સોપારી તથા ઓછામાં ઓછા સાત તોલા સોનું રૂમાલમાં બાંધી તૈયાર રાખજો, હું બે-ત્રણ દિવસમાં તરફ આવીશ, એટલે વિધિ કરી આપીશ તેવું જણાવ્યું હતું, લાલચમાં આવી યુવતીએ પોતાના તથા ભાઈ-ભાભીના દાગીના લઈ ગત 21/8ના બપોરના અરસામાં જગદીશ જ્યોતિષને ફોન કરી જણાવ્યું હતું કે, તમે સામખિયાળી ગામે હનુમાનજી મંદિર પાસે આવી જાઓ, તેથી વિધિ કરાવા સામખિયાળી આવવા કરી લૂંટી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો