• Gujarati News
  • National
  • ડેરીમાં દૂધ વેચતા પશુપાલકોની આવક 7 વર્ષમાં 3 ગણી વધી

ડેરીમાં દૂધ વેચતા પશુપાલકોની આવક 7 વર્ષમાં 3 ગણી વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છજિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની તાજેતરમાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં દૂધ સંઘની પ્રગતિની રૂપરેખા અપાવા સાથે દૂધના ખરીદ ભાવોમાં વધારો જાહેર કરાયા હતા.

સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલના અધ્યક્ષપદે યોજાયેલી સભામાં તેમણે દૂધસંઘની પ્રગતિ વિશે વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કુલ્લ 435.53 કરોડનું ટર્નઓવર નોધાવ્યું હતું. પ્રતિદિન 2,66,000 હજાર લિટરનું દૂધ એકઠું કરાયું આમ, 7 ટકાનો ગ્રોથ હાંસલ થઇ શક્યો. દૂધના ખરીદ ભાવોમાં પણ 15 ટકાનો વધારો કરાયો. ડેરીને દૂધ વેચતા પશુપાલકોની આવકમાં છેલ્લાં 7 વર્ષમાં ત્રણ ગણો વધારો થયો હોવાની ગણતરી છે.

પહેલી જુલાઇથી ડેરી દ્વારા 10 પૈસા પ્રતિ કિલો ફેટનો વધારો કરાયો છે જેનાથી પ્રતિ લિટર 70 પૈસા જેટલો ભાવ વધશે અને દૂધ સંઘ પર 60 લાખનું ભારણ વધશે. છેલ્લાં 7 વર્ષમાં કલેક્શન 1500 લિ.થી શરૂ કરી 4 લાખ લિટરે પહોંચ્યું છે. કલેક્શન સેન્ટર 1 થી 18 થયાં છે. 15 મંડળીઓ જોડાયેલી હતી જે હવે 700 થઇ છે. પ્રસંગે ડીડીઓ સી.જે. પટેલ, તા. પં. પ્રમુખ રાંભઇબેન ઝરૂ, પાલિકા પ્રમુખ પુષ્પાબેન ટાંક, આડાના નિરવ ભારદીયા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શિતલબેન છાંગા, દૂધસંઘના ડાયરેક્ટર મોતીભાઇ ભરવાડ, વાઇસ ચેરમેન જયંતિલાલ ગોળ, હસમુખ પટેલ, દયારામ પટેલ, જેન્તીલાલ ધોળુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિય, ડો. આર.ડી. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...