• Gujarati News
  • National
  • 9.84 કરોડના ખર્ચે લલિયાણા શિકારપુરને જોડતો રસ્તો બનશે

9.84 કરોડના ખર્ચે લલિયાણા- શિકારપુરને જોડતો રસ્તો બનશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના ગ્રામ્ય વિસ્તારના નવા રસ્તાના 9.84 કરોડના ખર્ચે લલિયાણા-જંગી, વાંઢિયા અને શિકારપુરને જોડતા અંદાજે 23 કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું કે, ગામને જોડતા નવા રસ્તાઓ બનશે.

વાંઢિયા માર્ગને વધુ પહોળો કરીને નવીનીકરણ કરાશે. કુલ 36.50 કરોડના નવા રસ્તા બની રહ્યા છે. જે પૈકી 32.60 કરોડના કામ પૂર્ણ થઇ ગયા છે. જેમાં રામપર, લખપત રોડ, શિવલખા-લાકડિયા-કટારિયા રોડ, જૂના કટારિયા-નારણસરી- શિકારપુર, સામખિયાળી-આમલિયારા, કંથકોટ-ભસવાવ, સામખિયાળી-આધોઇ-કંથકોટ રોડ ઉપરાંત નવા કટારિયા-લગધીરગઢ રીસરફેસિંગ, શિકારપુર-નારણસરી, લલિયાણા, ભરૂડિયા ગામે સુવિધાપથ યોજના હેઠળ સીસી રોડ, વાંઢિયા ગામે બોક્સ ક્લવર્ટ, વાંઢિયા ગૌશાળા રોડ વગેરે કામો પૂર્ણ થઇ ગયા છે. 32.85 લાખના ખર્ચે નવા રસ્તાને મંજૂરી અર્થે દરખાસ્ત કરાઇ છે. કાર્યક્રમનું સંચાલન પ્રકાશ સુથારે સ્વાગત પ્રવચન કૃષ્ણદેવસિંહ જાડેજાએ કર્યું હતું. જ્યારે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શિતલબેન છાંગા, સત્તાપક્ષના નેતા વિક્રમભાઇ કોલી વગેરે હાજર રહ્યા હતા.

36.50 કરોડના નવા રસ્તા પૈકી 32.60 કરોડના કામ પૂર્ણ થયાનો દાવો

અન્ય સમાચારો પણ છે...