• Gujarati News
  • National
  • કચ્છભરમાં ગૂંજ્યો આયોલાલ ઝૂલેલાલનો નાદ

કચ્છભરમાં ગૂંજ્યો આયોલાલ ઝૂલેલાલનો નાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોહાણાસમાજના ઇષ્ટદેવ દરિયાલાલજીની તેમજ સિંધી સમાજના ઝૂલેલાલજીની જન્મજયંતીની જિલ્લાભરમાં ઉમંગભેર ઉજવણી કરાઇ હતી.

ભુજમાં લોહાણા સમાજ દ્વારા પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં લોહાણા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ભજન-કીર્તનોમાં જોડાયા હતા. શહેરના મુખ્યમાર્ગો પર ફરેલી રવાડીએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. રવાડીને અંતે સમાજવાડી ખાતે સમૂહપ્રસાદ ભોજન અને સંતવાણીનું આયોજન કરાયું હતું. સિંધી સમાજ દ્વારા પણ વહેલી સવારથી ભજન-કીર્તન, મહાઆરતી, લંગર પ્રસાદ સહિતના આયોજનોમાં જ્ઞાતિના ભાઇઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોટડા(જ)માં પણ પ્રસંગે પૂજન બાદ જ્ઞાતિના ભાઇ-બહેનો રવાડીમાં આસ્થાભેર જોડાયા હતા. રાત્રે મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ગોસ્વામી-સારસ્વત બ્રાહ્મણ મહાજન સહિતના અન્ય સમાજોના લોકો પણ જોડાયા હતા. વેળાએ પ્રમુખ રમેશ દૈયા, જખુલાલ દાવડા, બન્ટી શેઠ, હસમુખ સોમૈયા, રવિલાલ કારિયા, રાજેશ અનમ, વિરેન્દ્ર કારિયા, હિમાંશુ બારૂ સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

લખપત તાલુકાના વિવિધ ગામોમાં પણ આયોલાલ ઝૂલેલાલની ગૂંજ વ્યાપી હતી. તાલુકાના દયાપર, ઘડુલી, બરંદા, પાનધ્રો, નારાયણ સરોવર, વર્માનગર સહિતના વિસ્તારોમાં જ્ઞાતિના ભાઇ-બહેનો વિશાળ રવાડીમાં જોડાયા હતા. રાત્રે મહાઆરતી અને મહાપ્રસાદ ઉપરાંત મુખ્ય દાતાઓ રવજી કોટક, રમેશ બારૂ, પરેશ પોપટ, પિયુષ અનમ, દયારામ ટેલરામ, ભાસ્કર કોટક, લખમશી દાવડા, રામ અનમ સહિતના દાતાઓનો સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. વેળાએ શંકરલાલ ઠક્કર, કેશવજી કોટક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ભચાઉના લોહાણા મહાજન અને યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા દરિયાલાલ ભગવાનની શોભાયાત્રા દરિયાસ્થાન મંદિર, માંડવી ચોકથી મુખ્ય બજાર થઈને લોહાણા મહાજન વાડી સુધી નીકળી હતી, જેમાં મહાજનના પ્રમુખ ઈશ્વરભાઈ પૂજારા, ભરતભાઈ ઠક્કર, અશ્વિન અનમ, નરેન્દ્ર કોટક સહિતના આગેવાનો જોડાયા હતા. લોહાણા યુવક અને મહિલા મંડળ વ્યવસ્થામાં સહભાગી રહ્યા હતા.

ગાંધીધામમાં ચેટીચંડના વિશાળ બાઈકરેલી

સિંધી સમાજની મોટી જનસંખ્યા ગાંધીધામમાં રહે છે. ચેટીચંડની દર વર્ષની જેમ વર્ષે પણ અહીં મોટી બાઈકરેલીનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે આદિપુરથી નીકળેલી બાઈકરેલી વિવિધ માર્ગો પરથી પસાર થઇ ગાંધીધામમાં પૂર્ણ થઈ હતી. માર્ગ પર વિવિધ રાજકીય અને સામાજિક સંગઠનોએ તેનું સ્વાગત કર્યું હતું.

મહાઆરતી, શોભાયાત્રા, સમૂહપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...