• Gujarati News
  • National
  • ધમડકા દુધઇ રોડ પર ટ્રકે બાળક સહિત ચાર જણને ચગદી નાખ્યા

ધમડકા-દુધઇ રોડ પર ટ્રકે બાળક સહિત ચાર જણને ચગદી નાખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાદુધઇ-ધમડકા રોડ પર બપોરે ધમડકાથી દુધઇ જતાં માર્ગ પર રોંગસાઇડમાંથી આવતી ટ્રકે બાઇકને અડફેટે લેતાં બાઇકસવાર પિતા-પુત્ર સહિત 4 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ટ્રકચાલક ભાગી છૂટ્યો હતો. એક સાથે 4 લોકોનાં મોત થતાં આજુબાજુના ગામના રહેવાસીઓમાં ચકચાર મચી હતી.

મળતી માહિતી મુજબ અંજારના ધમડકા ગામમાં રહેતા કરસન વેલશી કોલી (ઉ.વ.30) તેમના પુત્ર કિશન કરસન કોલી (ઉ.વ. 5), હુસેન હારૂન ઓઠા (ઉ.વ.30) અને દેવીસર ગામના રહેવાસી રામજી લખુ આહિર (ઉ.વ.65) બાઇક પર ધમડકાની હોટેલમાં જમવા ગયા હતા, જ્યાંથી જમીને પોતાની બાઇક જીજે-12-બીસી-8285 પર બપોરે પોણા ચાર વાગ્યાની આસપાસ પરત દુધઇ તરફ જઇ રહ્યા હતા. તેવામાં ધમડકાથી એક કિલોમીટર દૂર રોંગસાઇટમાં ધસી આવેલા જીજે-12-એક્સ-2839 નંબરની ટ્રકે

...અનુસંધાનપાના નં.6

બાઇકનેઠોકતાં બાઇક પર સવાર ચારેય લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સમયે ટક્કર એટલી તીવ્ર હતી કે બાઇક ખોખાની જેમ ડૂચો વળી ગઇ હતી. ચારેય શખ્સોનું ગંભીર ઇજાઓ અને ટ્રકના વ્હીલના નીચે ચગદાઇ જવાના કારણે સ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો. રસ્તા પર પસાર થતા લોકોને અકસ્માતની જાણ થતાં તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી. બનાવ બાદ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ભચાઉની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે, સમગ્ર ઘટનાને નજરે જોનારાએ જણાવ્યું હતું કે, ચારેય મૃતદેહ પાસે દારૂની તીવ્ર વાસ આવી રહી હતી, જેથી મૃતકોએ દારૂ પીધો હોવાની શક્યતા હોઇ શકે છે. મામલે તપાસ કરી રહેલા જે.પી. જાદવે તપાસ પૂર્ણ થયા બાદ સાચી વિગતો આપવાનું જણાવ્યું હતું.

ટ્રક નીચે આવીને બૂકડો બની ગયેલી બાઇક

બાઇક આખી ટ્રકમાં ઘૂસી ગઇ, ચારેયના ઘટનાસ્થળે મોત

ધમડકા જમીને પરત ફર્યા અને રોંગસાઇડમાં આવેલી ટ્રકે અડફેટે લીધા

અન્ય સમાચારો પણ છે...