તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રતનપરમાં સાંગવારી માતાજીના મેળામાં ખડીરની લોક સંસ્કૃતિ ઝળકી

રતનપરમાં સાંગવારી માતાજીના મેળામાં ખડીરની લોક સંસ્કૃતિ ઝળકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉતાલુકાના રતનપરમાં સાંગવારી માતાજીના મંદિરે યોજાયેલા મેળામાં મહેરામણ ઉમટતાં ખડીરની લોક સંસ્કૃતિ ઝળકી ઉઠી હતી. સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમમાં 10.50 લાખ જેટલી ઘોરની આવક થઇ હતી જેનો ઉપયોગ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં કરવા જાહેર કરાયું હતું. રાત્રે યોજાયેલી સંતવાણીમાં દેવાયત ખાવડ તેમજ અન્ય કલાકારોએ લોકસાહિત્ય પીરસ્યું હતું તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી. મેળાના દિવસે સવારે માતાજીની મહા આરતી બાદ પાલખી યાત્રા નીકળી હતી. ત્યાર બાદ દાંડિયા રાસમાં યુવા વર્ગને કંકુબેન આહિર અને શામજી આહિરે સંગીતના તાલે ડોલાવ્યા હતા. ધારાસભ્ય પંકજ મહેતા સહિત રાજકીય ક્ષેત્રે અગ્રણીઓ હાજર રહ્યા હતા. દેવનાથ બાપુ અને સામતભા ગઢવીએ આશીર્વચન પાઠવ્યા હતા. લોક મેદની ઉમટતાં ખાણીપીણી વાળા સહિતના ધંધાર્થીઓને તડાકો પડ્યો હતો.

મેળા સમિતિના વેલજી પટેલ, નરેન્દ્ર ગઢવી, ગોવિંદ મુરાણી, રૂપેશ પટેલ, સરપંચ દશરથ પટેલ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

મેળામાં લોક સાહિત્યની પણ રમઝટ

સંતવાણી અને રાસની રમઝટમાં 10.50 લાખની ઘોર થઇ

અન્ય સમાચારો પણ છે...