તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રદ થયા બાદ સેવાસેતુ કાર્યક્રમ 19 દિવસે યોજાશે

રદ થયા બાદ સેવાસેતુ કાર્યક્રમ 19 દિવસે યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંનગરપાલિકા દ્વારા 19મી મેના યોજનારો સેવા સેતુ કાર્યક્રમ 22મીના વડાપ્રધાનના કાર્યક્રમને કારણે મુલત્વી રખાયો હતો, જે હવે 19 દિવસ બાદ 8મી જૂનના યોજાશે. પ્રાપ્ત વિગતો મુજબ મામલતદાર કચેરીમાં 19મી મેના સવારે 9થી 2 વાગ્યા સુધી વોર્ડ નંબર 9થી 11ના નાગરિકો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉમાં નર્મદાના નીરને વધાવવા આવવાના હોવાથી અચાનક રદ કરાયો હતો. જે બાદ હવે 8મી જૂનના યોજાશે, પરંતુ હવે દરબારગઢ કન્યા શાળામાં વોર્ડ નંબર 5 અને 6 માટે 8મી જૂનના યોજાશે. આમ, સ્થળ અને વોર્ડ પણ બદલી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...