નવા નાવડાની પ્રા.શાળામા ક્ષયરોગ જાગૃતિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકાના નવા નાવડા ગામની પ્રા.શાળામા બરવાળા હેલ્થ ઓફીસના ડોકટરો દ્વારા ક્ષયરોગ અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો. ક્ષયરોગ ગંભીર પ્રકારનો ચેપી રોગ છે. ભારત દેશમાં આ રોગથી રોજના એક હજાર લોકો મૃત્યુ પામે છે. જેને લઈ બરવાળા તાલુકાના લોકોને ક્ષયરોગની જાગૃતિ અને તેના માટે અર્વનેશ માટે બરવાળા એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ અને બરવાળા હેલ્થ ઓફિસના સ્ટાફ દ્વારા નવા નાવડા પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ક્ષયરોગના લક્ષણો, ક્ષયરોગની ડેઈલી રેજીમેન ડોટસ દ્વારા સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર મા વિનામૂલ્યે મળે છે તે માટેનું માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય અને શાળાના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...