બોટાદની આદર્શ શૈક્ષણિક સંકૂલમાં NSS યુનિટનો શુભારંભ

બરવાળા | બોટાદમાં આવેલી તક્ષશિલા એજ્યુ એન્ડ ચેરી.ટ્રસ્ટ સંચાલિત આદર્શ બી.એસ.સી કોલેજમાં એન.એસ.એસ.યુનિટનો શુભારંભ...

DivyaBhaskar News Network | Updated - Mar 09, 2018, 03:50 AM
બોટાદની આદર્શ શૈક્ષણિક સંકૂલમાં NSS યુનિટનો શુભારંભ
બરવાળા | બોટાદમાં આવેલી તક્ષશિલા એજ્યુ એન્ડ ચેરી.ટ્રસ્ટ સંચાલિત આદર્શ બી.એસ.સી કોલેજમાં એન.એસ.એસ.યુનિટનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા એમ.કે.ભાવનગર યુનિવર્સિટી એન.એસ.એસ. વિભાગના કો.ઓર્ડીનેટર ભરતસિંહ ગોહિલના હસ્તે શુભારંત કરવામા આવ્યો હતો. આ શુભારંભ કાર્યક્રમમા બરતસિંહ ગોહિલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને એન.એસ.એસ. કાર્યવાહીથી માહિતગાર કર્યા હતા. આ શુભાદિને આદર્શ શૈક્ષણિક સંકુલમાં બનાવવામા આવેલા બોટનીકલ ગાર્ડન નું ભરતભાઈ ગોહિલના હસ્તે ખુલ્લુ મુકવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા અને બી.એસ.સી.કોલેજના ઈ.આચાર્ય નિકુંજ દવે અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

X
બોટાદની આદર્શ શૈક્ષણિક સંકૂલમાં NSS યુનિટનો શુભારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App