તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Barvala
 • બરવાળા કાનુની સેવા સમિતી દ્વારા શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા કાનુની સેવા સમિતી દ્વારા શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળાતાલુકા કાનુની સેવા સમિતી દ્વારા ઝબુબા હાઇસ્કુલ બરવાળા ખાતે ત્રિવિધ કાર્યક્રમો કાનુની શિબિર, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ત્રિવિધ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને બરવાળા કોર્ટના જજ એ.એમ. શેખના હસ્તે કરવામાં આવેલ. કાનુની શિબિરની સ્વાગત વિધી પટેલ દ્વારા કરવામાં આવેલ. કાનુની શિબિરમાં બરવાળા વકીલ મંડળના પ્રમુખ કમલેશ રાઠોડ, સરકારી વકીલ એ.કે. તિવારી, એ.એફ ચુડેસરા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવેલ. સરકારી વકીલ દ્વારા કાનુની શિબિરનું મહત્વ અને કાયદા અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

પ્રસંગે જજ એ.એમ. શેખ દ્વારા કાનુની સેવા સમિતીનું કાર્ય અને ફરજો વિશે વિસ્તૃત છણાવટ કરેલ અને સમાજમાં રહેતા આર્થિક રીતે નબળા લોકો તાલુકા કાનુની સેવા સમિતીનો કઇ રીતે લાભ લઇ શકે તેની સમજણ આપવામાં આવેલ.

ત્યારબાદ બરવાળા ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝબુબા હાઇસ્કુલના પટાંગણમાં આરએફઓ ડી.બી. દાવડા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ. પ્રસંગે શાળાના આચાર્ય શિવરાજભાઇ ખાચર, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ બરવાળા કોર્ટ કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં એડવોકટ પી.એમ. રાઠોડના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર કોર્ટ કમ્પાઉન્ડને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો