તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીમનાથ મંદિરે ભાગવત સપ્તાહનો પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બરવાળાતાલુકાના ભીમનાથ ગામે આવેલ પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે તા.17/7/16 ના બપોરે 3 કલાકે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે.

સપ્તાહની શરૂઆત 1008 મહામંડલેશ્વર પતિત પાવનદાસ બાપુ નાગનેશ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના સેવકો અને ભકતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કથા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પીઠાધીશ્વર સિદ્ધપીઠ ભીમનાથ મંદિર વ્યાસપીઠ ઉપર બીરાજી વાંજીત્રો સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા તા.17/7/16 થી 23/7/16 બપોરે 3 થી 6 કલાક દરમિયાન ચાલશે. કથામાં આવતા ધાર્મિક પ્રસંગોની ધામધુમપુર્વક ઉજવણી કરાશે.

ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે ગુરુપુર્ણિમાની ધામધુમપુર્વક ઉજવણી કરાય છે ત્યારે ચાલુ વર્ષે તા.19/7/16 ના સવારે 10 કલાકે ગુરુપુર્ણિમાની ઉજવણી મંદિરના મહંત આશુતોષગીરી બાપુ દ્વારા ગુરુપુજન કરી આશીર્વચન આપશે તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. આમા દર વર્ષની આજે પણ ગુરુપુર્ણિમાની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવશે.

આજે ગુરુપુર્ણિમા ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો