સાળંગપુરમાં સ્વામી મંદિરે ફૂલદોલોત્સવની ઊજવણી

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર અને મહાન તીર્થભૂમિ સાળંગપુરમાં પરંપરાગત ફૂલદોલ ઉત્સવ ખૂબજ ભવ્યતાથી ઉજવવામાં આવે છે....

DivyaBhaskar News Network | Updated - Mar 04, 2018, 03:45 AM
સાળંગપુરમાં સ્વામી મંદિરે ફૂલદોલોત્સવની ઊજવણી
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર અને મહાન તીર્થભૂમિ સાળંગપુરમાં પરંપરાગત ફૂલદોલ ઉત્સવ ખૂબજ ભવ્યતાથી ઉજવવામાં આવે છે. છેલ્લા બસ્સો વર્ષથી સારંગપુરમાં પુષ્પદોલોત્સવ ઉજવાતો આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમ વખત આ ઉત્સવ રાઠોડ ધાધલના દરબારમાં ઊજવ્યો હતો અને અનુગામી ગુણાતીતાનંદ સ્વામીની અક્ષરબ્રહ્મ તરીકે ઓળખાણ કરાવી હતી. વર્તમાન કાળે ભગવાન સ્વામિનારાયણની એ ઉત્સવ પરંપરાને તેમના જ છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જીવંત રાખી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં પાણીની અછતને લીધે રંગ અને પાણીના ઉપયોગ વિના આ ઉત્સવ ઊજવવાની આજ્ઞા મહંત સ્વામી મહારાજે સૌને કરી હતી. તેઓની આજ્ઞા મુજબ જ સાળંગપુર મંદિર સાથે બીએપીએસ સંસ્થાના અન્ય તમામ મંદિરોમાં પાણી બચાવવા આ રીતે જ ફૂલદોલ ઉજવાયો હતો.

X
સાળંગપુરમાં સ્વામી મંદિરે ફૂલદોલોત્સવની ઊજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App