Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » ચિંતન શિબિર મહેસૂલી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધુ સારો વધારો કરશે

ચિંતન શિબિર મહેસૂલી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધુ સારો વધારો કરશે

Divyabhaskar.com | Updated - Mar 26, 2018, 03:45 AM

‘‘મહેસૂલી પરિવારના સભ્યો કર્મયોગીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને કચેરીની કાર્યપધ્ધતિઓથી તેઓ વધુ સારી રીતે વાકેફ...

  • ચિંતન શિબિર મહેસૂલી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધુ સારો વધારો કરશે
    ‘‘મહેસૂલી પરિવારના સભ્યો કર્મયોગીઓને યોગ્ય માર્ગદર્શન મળે અને કચેરીની કાર્યપધ્ધતિઓથી તેઓ વધુ સારી રીતે વાકેફ થઈ શકે તે માટે ચિંતન શિબિરના માધ્યમ દ્વારા તેમને માર્ગદર્શિત કરવાનો જે સંનિષ્ઠ પ્રયાસ કરાયો છે, તેના પરિણામે મહેસૂલી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધુ સારો વધારો થશે.’’ તેમ બોટાદ ખાતે આજે યોજાયેલ મહેસૂલી પરિવારની ચિંતન શિબિરમાં માર્ગદર્શક ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતુ.

    જિલ્લા કલેકટરે ચિંતન શિબિરમાં મહેસૂલી વહીવટી સરળતા બાબતે માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, ચિંતન શિબિરમાં અપાયેલ માર્ગદર્શનની સાથે પ્રત્યેક કર્મયોગી - કર્મચારી તેમના દ્વારા લોકોને વધુ સારી સેવા મળે તે માટેનું ચિંતન કરી તેને અનુરૂપ વધુ સારી કાર્યશૈલી અપનાવે. તેમણે વિવિધ પર્વોની ઉજવણીમાં સરકારમાં કામ કરતાં કર્મચારી અધિકારી કર્મયોગી પરિવારના લોકોને ભેગા મળી સહભાગી બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતુ કે, ચિંતન શિબિર જેવા કાર્યક્રમો થકી કર્મચારી અધિકારીઓમાં પરસ્પર આત્મિયતાની સાથે વિશ્વાસના વાતાવરણનું પણ નિર્માણ થાય છે, જેના કારણે કર્મયોગી ભાઈ બહેનો તેમની ફરજનું નિર્વહન વધુ સારી રીતે કરી શકે છે.

    આ પ્રસંગે બરવાળાના મદદનીશ કલેકટર જીન્સી વિલીયમ્સે ‘‘જનસેવા કેન્દ્ર : મહત્વ ઉપયોગિતા અને પડકાર’’ વિષયક, બોટાદના પ્રાંત અધિકારી આર. વી. વાળાએ ‘‘ઈ-ધરા શાખા મહત્વ ઉપયોગિતા પડકાર’’ વિષયક,બરવાળાના મામલતદાર એમ. એ. ઝાલાએ ‘‘રેકર્ડ વર્ગીકરણ તથા કચેરી તપાસણી કામગીરી’’ વિષયક, નિવૃત ડી.આઈ.એલ.આર. જે. સી. દવેએ ‘‘મહેસૂલી તંત્રમાં સર્કલ ઓફીસર તથા રેવન્યુ તલાટીની ભૂમિકા મહત્વ’’ વિષયક તેમજ જિલ્લા તિજોરી અધિકારી એમ. એમ. બધેકાએ ‘‘પેન્સન કેસો અંગે અદ્યતન ઠરાવ પરિપત્રોની ચર્ચા, હિસાબી કામગીરી અંગે તથા કર્મચારીઓને મળતા લાભો’’ બાબતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું હતુ. આ ચિંતન શિબિરમાં બી.એ.પી.એસ. સંસ્થાના સ્વામી જ્ઞાનવિજ્યદાસજીએ ‘‘કાર્યનો કસબ’’ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાના વર્ષાબેન અને ભુમિબેને ‘‘પોઝીટીવ થિંકીંગ’’ બાબતે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતુ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending