Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » બરવાળા ખાતે ધો.10-12ના છાત્રોનો વિદાય સમારંભ

બરવાળા ખાતે ધો.10-12ના છાત્રોનો વિદાય સમારંભ

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 03:45 AM

બરવાળા | સમન્વય શૈક્ષણિક સંકુલ ભાંભણ ખાતે આવેલી શાળામાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન...

  • બરવાળા ખાતે ધો.10-12ના છાત્રોનો વિદાય સમારંભ
    બરવાળા | સમન્વય શૈક્ષણિક સંકુલ ભાંભણ ખાતે આવેલી શાળામાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ તા: 26-2-18 ના રોજ યોજાયો હતો.આ સમારોહના અધ્યક્ષ સમન્વય સંકુલના પ્રમુખ ધીરુભાઈ સોનાણી તેમજ સમન્વય સંકુલના સંચાલક ડો. મહેશભાઈ ભુંભાણી, લક્ષ્મણભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. સમન્વય શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્રારા મોમેન્ટો આપી શિક્ષણક્ષેત્રે ઉતરોત્તર પ્રગતી કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ