ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» સુરેન્દ્રનગરમાં તસ્કર પોતાની બેગ મૂકીને ડોકટરની બેગ ઉઠાવી ગયો

    સુરેન્દ્રનગરમાં તસ્કર પોતાની બેગ મૂકીને ડોકટરની બેગ ઉઠાવી ગયો

    DivyaBhaskar News Network | Last Modified - Mar 10, 2018, 03:45 AM IST

    સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના આરામ કરવાના રૂમમાંથી કોઇ શખ્સ પોતાની બેગ મૂકીને ડો. જયલક્ષ્મીકાંત રાવલની બેગ...
    • સુરેન્દ્રનગરમાં તસ્કર પોતાની બેગ મૂકીને ડોકટરની બેગ ઉઠાવી ગયો
      સુરેન્દ્રનગરમાં તસ્કર પોતાની બેગ મૂકીને ડોકટરની બેગ ઉઠાવી ગયો

      સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના આરામ કરવાના રૂમમાંથી કોઇ શખ્સ પોતાની બેગ મૂકીને ડો. જયલક્ષ્મીકાંત રાવલની બેગ ઉઠાવી ગયો હતો. આ ઘટનામાં ડોકટરની બેગ શહેરની ખાનગી હોસ્પિટલ નીચેથી મળી આવતા ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

      સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ વિસ્તારના જીઇબી સબ સ્ટેશનની બાજુમાં રહેતા જયલક્ષ્મીકાંત રાવલ ગાંધી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવે છે. તા. 21-1-2018ના રોજ 11.45 થી 12.45 કલાક દરમિયાન તબીબોનાં આરામ કરવાના રૂમમાંથી કોઇ અજાણ્યો શખ્સ તેની જૂની બેગ મૂકીને ડો.જયલક્ષ્મીકાંતની બેગ ઉઠાવી ગયો હતો. ત્યારબાદ ડો. જયલક્ષ્મીકાંતની બેગમાંથી ડોક્યુમેન્ટ કાઢી લઇ ડોક્યુમેન્ટ સીવાયની બેગ સુરેન્દ્રનગરની મેડીકો હોસ્પિટલના નીચેના માળે મૂકી ગયો હતો. જયારે અજાણ્યા શખ્સની બેગ ડોકટરે પોલીસ મથકે જમા કરાવતા તે ખાલી હોવાનું બહાર આવ્યુ હતું. બીજી તરફ ડોકટરની બેગમાંથી સિરીયલ નં. 1 થી 163 સુધીના ઇપીઆર નંબરવાળા કાગળો તથા સિરિયલ નં.1 થી15ના પી.એમ. સહિતના કાગળોની ચોરી થઇ હતી. આ ઘટના અંગે સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ મથકે ડો. જયલક્ષ્મીકાંત રાવલે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યાં છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સુરેન્દ્રનગરમાં તસ્કર પોતાની બેગ મૂકીને ડોકટરની બેગ ઉઠાવી ગયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `