તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Barvala
 • બરવાળ‌ાનગરપાલિકા દ્વારા સખીમંડળની બહેનોના સહયોગથી નગરપાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળ‌ાનગરપાલિકા દ્વારા સખીમંડળની બહેનોના સહયોગથી નગરપાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ અને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બરવાળ‌ાનગરપાલિકા દ્વારા સખીમંડળની બહેનોના સહયોગથી નગરપાલિકા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ અને સફાઇ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેના અંતર્ગત નગરની શેરીઓમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મીનાબેન રાણપુરા, ઉપપ્રમુખ પ્રતાપભાઇ બારડ, દીલુભા ઝાલા, કમલેશભાઇ રાઠોડ, નટુભાઇ વાઘેલા, ચીફ ઓફીસર બીએમ રાવલ, રશ્મિબેન વઢવાળા સમાજ સંગઠન નગરપાલિકા બરવાળા, તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દીપકભાઈ રાણપુરાની ઉપસ્થિતિમાં બરવાળા શહેરની સખીમંડળની બહેનો દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણી અંતર્ગત નગરપાલિકાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહિલા સ્વચ્છતા જાગૃતીની ઊજવણીમાં નગરપાલિકા સત્તાધીશઓ, હોદ્દેદારો, મહિલાઓ અને નગરપાલિકા કર્મચારીઓ દ્વારા ગ્રાઉન્ડમાં સફાઇ કરી મહિલા સ્વચ્છતા જાગૃતીદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં બરવાળા શહેરની સખી મંડળની બહેનો મોટી સેખ્યામાં હાજર રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના અધિકારીઓ સહિત અન્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

નગરપાલિકા તથા સખીમંડળ દ્વારા સફાઇ અભીયાનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયંુ હતું.તસવીર- કેતનસિંહપરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો