તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની નજર સોનું અને જમીન એસેટ પર કેન્દ્રિત !!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિયન બજારમાં ઘરાકી ઠંડી પડતી જાય છે એમ એમ સેમીનારોની મૌસમ ખીલતી જાય છે. જૂલાઇની આખરમાં આગ્રામાં બુલિયન ફેડરેશનનો ધમાકેદાર સેમીનાય થયા પછી વીતેલા સપ્તાહમાં 10 ઓગસ્ટે આઇબીજેએ અને એલવબીએમએ ગોલ્ડ સેમીનાર થયો અને 11 થી 14 ઓગસ્ટ આગ્રામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલ્ડ કન્વેન્શન સેમીનાર યોજાયો. બુલિયન બજારની મંદી હોવા છતાં વેપાર-ઉદ્યોગ જેમ ટકાવી રાખવા મથે છે. રિફાઇનરીઓ છ-છ માસથી બંધ પડી છે. પુરા ભારતમાં સાત-આઠ માસથી ભાવોમાં મોટી ડિસ્પેરીટી છે. દાણચોરીનો માલ વધારે આવે છે કે પછી નવી ડિમાન્ડ નથી કે પછી 80 ટકા જરૂરત રિસાયકલ સોનું-ઘરમાં પડેલું સોનું પુરૂ પાડે છે ચર્ચાનો વિષય છે. ગોલ્ડ કન્વેન્શન પાછલા વર્ષો કરતા ઘણું ફીકું રહ્યું. ધણા બેન્કરો, રિફાઇનર, જ્વેલર મિત્રોને મળવાનું થયું. રિફાઇનર્સ મિત્રોને મળવાનું થયું એક્સાઇઝ આવ્યા પછી બૂલિયન બજારમાં ભાગલા પડી ગયા છે. કોર્પોરેટ વિરૂધ્ધ નોન કોર્પોરેટ, એકનંબર વાળા વિરૂધ્ધ બે નંબરવાળા અથવા નામ-ઓળખ ગને તે આપીએ, પરંતુ હડતાળ પછી જે આટાપાટા રમાયા એમાં સંગઠન તૂટી ગયું છે.

એલબીએમએ સેમીનારમાં રિફાઇનીંગ, એસેચીંગ લોજીસ્ટિક, સપ્લાય ચેન અંગે ઘણી વાતો થઇ, રિસ્પોન્સિબલ ગોલ્ડ જેવા ભારે વિષય પર ઘણી વાતો થઇ, પણ બધી વાતો સેમીનારમાં સારી લાગે, હકીકત વરવી છે. સાયકલ ગોલ્ડ તો ખપતું નથી અને રિસાયકલ ગોલ્ડની વાતો ચાલે છે !!! એલબીએમએ સેમીનારમાં અને આગ્રા સેમીનારમાં પણ ઇન્ડિયા ગોલ્ડ સ્ટાન્ડર્ડ, ઇન્ડિયા ગુડ ડિલિવરી બાર અંગે વિષદ ચર્ચા થઇ. સરકારની ત્રણ મહત્વકાંક્ષી યોજનાઓ- ગોલ્ડ મોનેટાઇઝેશન, સોવરીન ગોલ્ડ બોન્ડ, ઇન્ડિયા ગોલ્ડ કોઇન પર વિષદ ચર્ચાઓ થઇ. બજારમાં ઘોર મંદી છે અને મંદીમાંથી ઇનોવેશન, ક્રિએટીવીટી અને નવી તકોનો જન્મ થતો હોય છે. સરકારની યોજનાઓમાં સોવરીન ગોલ્ડ બોન્ડમાં જેણે પ્રથમ ટ્રેન્ડમાં નાણાં રોક્યા એને માસમાં 36 ટકાનું વળતર મળી ગયું છે !! સોવરીન ગોલ્ડ બોન્ડ આગળ જતા સારી સફળતા મેળવે એવું લાગે છે. ખાસ કરીને સમાંતર અર્થતંત્રનો પ્રભાવ ઓસરશે અને વ્યાજદરો નીચા જશે તો સોવરીન ગોલ્ડ બોન્ડમાં રોકાણ વધશે. સંસ્થાકીય રોકાણ પણ આવી શકે છે. રિસ્પોન્સીબલ ગોલ્ડ-ઓરિજિન, સોર્સિંગ, ટ્રેડિંગ-કોન્ફલીક્ટ ફ્રી આવુ ગોલ્ડ હવે ચાલશે. આતંકવાદ, કાળા નાણાં અને કેશ સામેની લડાઈમાં સરકારો રિસ્પોન્સીબલ ગોલ્ડ પ્રમોટ કરશે. સરકારો બે નંબર-સમાંતર અર્થતંત્રોને કાબુમાં લાવવા મક્કમ છે. સોનું અને જમીન સરકારની નજર બન્ને એસેટ પર છે.

આગ્રા ગોલ્ડ કન્વેન્શનમાં ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કિમ સફળ થવા અંગે શંકા વ્યક્ત થઇ. વક્તાઓ જાહેરમાં ગોળ ગોળ બોલ્ય પણ, સૂર તો એવો હતો કે ગોલ્ડ મોનિટાઇઝેશન કરતા બોન્ડ વધુ ચાલશે. બેન્કો, ખાનગી એનબીએફસી કંપનીઓ, ગોલ્ડ જ્વેલરી પર લોન આપે છે. 40000 કરોડનું બજાર એક રીતે મોનિટાઇઝેશન છે !! સોનું ઓગાળવા કરતા જ્વેલરી પર લોનનું બજાર કાર્યક્ષમ બનવાનું વધુ સુલભ ચે. સરકારની નજર ટેમ્પલ ગોલ્ડ, દેવસ્થાનોના સોના પર પણ છે. દેવદ્રવ્ય, લોકોની આસ્થાનું પ્રતિક એક રીતે સંકટ સમયનું બફર એવું સોનું સરકારના હાથમાં પડે પછી પાછુ સોના સ્વરૂપે મળે કે રૂપિયામાં સેટલ થાય સમજી લેવાની વાત છે!! ઝાઝી વાતે ગાડા ભરાય !! રિફાઇનરીઅઓ માટે જોકે, ખુબ કપરો સમય છે. જીએસટી બિલ પસાર તો થયું પણ ઝવેરીઓ માટે એમાં અનેક પ્રશ્નો અનુતર છે.

બજારની વાત કરીએ તો સોનું રેન્જ બાઉન્ડ છે. 30700-32200ની રેન્જ છે. ચાંદી 44000-49000ની રેન્જમાં છે. દિશાવીનાના બજારો છે સોનામાં મોટું કરેક્શન આવે તો રોકાણકારોએ ખરીદી કરાય. બે બાજુની વધઘટ વચ્ચે ઘટાડે લેનાર સરવાળે ફાયદામાં રહે. ચાંદીમાં તેજી ધીમી પડી છે. બેઝ મેટલ્સમાં ઉભરા જેવા ઉછાળા આવે છે. હાજર બજારમાં ઘરાકી ઓછી છે. ચીનમાં સ્લોડાઉન છે. કોપર, લીડ, નિકલમાં ઉછાળા ટકતા નથી. મંદીવાળાને ઉછાળે ડબ્બાવાળા કમાઇ શકતા નથી. હવે સ્માર્ટ ટ્રેડરો બચ્યા છે !! ધ્યાન કાઢ્યા વિના ટુંકાગાળાનું જોબિંગ કરનાર વર્ગ માટે કોપર, લિડ, નિકલ સારી કમાણી આપે છે. ઝિંકમાં તેજીનો સટ્ટો હવે નબળો પડવાના સંકેત છે. ઝિંકમાં આવનારા કરેક્શનમાં અણધાર્યા 25-30 તૂટશે !! વિદેશી બજારમાં 400-500 ડોલરની મંદી દેખાય છે. ચીનમાં ઘણો મોટો અનડિકલેર્ડ સ્ટોક છે. ક્રૂડ ઓઇલમાં તોફાની વધઘટ છે. બે બાજુ ચરખો ચાલે છે. ક્રૂડના ફંડામેન્ટલ નબળા છે પણ ડોલર ઇન્ડેક્સ નબળો રહે એટલે 97ની નીચે રહે તો ક્રૂડમાં મોટી મંદી થાય. ક્રૂડની રેન્જ 37-47 ડોલર રહે. નેચરલ ગેસમાં મોટો કડાકો આવ્યો છે. તેજીના વળતા પાણી થયા છે. કરન્સી બજારમાં રૂપિયો મજબૂત છે. રેન્જ 66.60-67.30 રહેશે. યુરોમાં નીચા મથાળે લેવાલી છે. અમેરિકાના પીપીઆઇ નબળા આવતા વ્યાજદર વધવાની શક્યતા ઓછી છે.

એગ્રી કોમોડિટીઝીમાં રૂ બજારમાં શુક્રવારે અમેરીકી કોટન રિપોર્ટ મંદી તરફી આવતા થોડી વેચવાલી આવશે. નબળા સ્ટોકિસ્ટો નીકળી જાય પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેજીની તકો છે. ઓગસ્ટમાં મંદી પૂરી થઇ જશે. સપ્ટેમ્બરમાં વરસાદ આવે તો પાકમાં નુકશાન થવાનું છે. ગુલાબી ઇયળ વખતે પણ મોટો પ્રશ્ન છે. પંજાબ અને મહારાષ્ટ્રનો રૂનો પાક અત્યારે ખુબ સારો છે, પણ ગુજરાતમાં જે વાવેતરનો ખાંચો છે એને મીટાવી શકે એમ નથી. નવો પાક 330-340 લાખ ગાંસડીથી વધુ શક્ય નથી. કદાચ 3.10-3.20 કરોડ પણ થાય !! જો 3.20 જેવો પાક થાય તો સરકારને રૂની નિકાસ પર પ્રતિબંધ મુકવો પડે. સરકાર માટે પગલું આત્મધાતી થાય પછીનો પ્રશ્ન છે.

(લેખક: પેરાડીમ કોમોડિટીઝના સીઇઓ છે)

બદલાવ | આતંકવાદ, કાળાં નાણાં અને કેશ સામેની લડાઈમાં સરકારો રિસ્પોન્સિબલ ગોલ્ડ પ્રમોટ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો