તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • Barvala બરવાળાના નાવડામાં બ્લડ ડોનેશન અને ફ્રી નિદાન કેમ્પ યોજાશે

બરવાળાના નાવડામાં બ્લડ ડોનેશન અને ફ્રી નિદાન કેમ્પ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા તાલુકાના નાવડા ગામના યુવાન સ્વ. રાજદિપસિંહ જીવરાજભાઈ ભાડલિયાની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે આજે સાંજે 7 કલાકે અરિહંત ચેરિટેબલ ટ્રસ્ટ નાવડા દ્વારા બ્લડ ડૉનેશન અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને રામદેવપીરની ધૂન રખાઇ છે. તેમજ રવિવારે સવારે 9થી બપોરના 1 કલાક દરમિયાન બ્લડ ડોનેશન અને વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. જેમા બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ અને શંકરઆઈ હોસ્પિટલ મોગરના ડૉ. મહીડા, ડૉ.સંજ્ય પટેલ, ડૉ. પાર્થ સોલંકી, ડૉ.સિદ્ધ ઠાકર, ડૉ.ગૌરાંગ શાહ, ડૉ. રોમાંસ વ્યાસ દાંતના રોગ અંગે સેવાઓ આપશે.

અન્ય સમાચારો પણ છે...