ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે

  કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે

  DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 02:45 AM IST

  માન્યપણે ગણતરીમાં નવ પછી દસ આવે, પણ જો વાત ધોરણની હોય તો નવ પછી બોર્ડ અને અગિયાર પછી ફરી પાછું બોર્ડ આવે છે. બાબો કે...
  • કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે
   કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે
   માન્યપણે ગણતરીમાં નવ પછી દસ આવે, પણ જો વાત ધોરણની હોય તો નવ પછી બોર્ડ અને અગિયાર પછી ફરી પાછું બોર્ડ આવે છે. બાબો કે બેબી આઠમા પછી નવમા ધોરણમાં આવે ત્યારે એ એકલાં જ નવમા ધોરણમાં આવતા હોય છે, પણ તે બોર્ડમાં આવે ત્યારે આખો પરિવાર બોર્ડમાં આવે છે.

   આપણે ત્યાં બાબા કે બેબીનું બોર્ડમાં આવવું એ કોઈ સ્વજનના અવસાન વિના એક વરસ સુધી પાળવામાં આવતો શોક છે. આ શોકનો સૌથી વધુ ભાર મમ્મીઓનાં શિરે હોય છે. બાબો બોર્ડ નહીં, પણ બોર્ડર પર હોય એમ એની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે છે. એ માથું ખંજવાળે તો પણ મમ્મી પૂછે છે, ‘બેટા માથું દુખે છે, લાવ જરા દબાવી આપું?’ બાબો રાતે મોબાઇલમાં ગેમ ઓફ થ્રોન્સ કે નાર્કોસના બાકી રહેલા ભાગ પતાવતો હોય ત્યારે મમ્મી હળવેકથી આવીને ‘બેટા, ચા પીવી છે, મૂકી દઉં?’ પૂછી જતી જોવા મળે છે.

   બાબો ભલે બોર્ડમાં આવ્યો હોય, પણ મમ્મીમાં તો આખેઆખું બોર્ડ આવી ગયું હોય છે, એટલે જમતી વખતે વાતાવરણ હળવું કરવા માટે ‘નીરવ મોદીએ જબરું કરી નાખ્યું’ જેવા નિર્દોષ વિષય પર વાત નીકળે તો પણ મમ્મી એકાદ વાર ‘આ વખતે બાબો બોર્ડમાં છે’ એવું અચૂક બોલવાની. લારી પર કૂણા ભીંડા વીણતી વખતે કે કૂપનો કાપીને પેપર પસ્તીમાં આપતી વખતે ‘આ વરસે અમારો બાબો બોર્ડમાં છે’ એવું બોલતા જગતની કોઈ તાકાત રોકી શકતી નથી. એ ત્યાં સુધી સોસાયટીના વૉચમેનથી લઈને દૂધવાળા સુધી બધાને ખબર હોય છે કે સી બ્લોકમાં ત્રણસો બે નંબરવાળાં બહેનનો બાબો આ વખતે બોર્ડમાં છે. બાબાના બોર્ડવાસ દરમ્યાન આખું વરસ ચાલતી આ ઘટનાને કારણે બાબાની હાલત રસ્તા પર ફર્યા કરતી ઢાંકણા વગરની પ્લાસ્ટિકની બોટલ જેવી બની જાય છે. આવતાંજતાં દરેક જણ માત્ર મોજ ખાતર એને લાત મારતા રહે છે. એટલે કે બાબો જો થોડા વખત માટે પણ ઘરની બહાર નીકળ્યો હોય તો દર બીજી વ્યક્તિ એને જોઈને મનોમન એવું જ વિચારે છે કે ‘જો, બોર્ડમાં છે તો પણ કેવો ભટક્યા કરે છે.’

   બાબાનું બોર્ડમાં આવવું એ હોરર ફિલ્મ બનાવવા માટેનો તમામ મસાલો ધરાવતી એક વરસ લાંબી ઘટના છે, જેમાં પરસેન્ટેજ નામનું કાલ્પનિક ભૂત આખું વરસ બિવડાવતું રહે છે. બાબો બોર્ડમાં છે એ જણાવવા માટે એક ઉપાય એ કરી શકાય છે. એના બોર્ડમાં આવતાની સાથે જ લાગતાંવળગતાંને એક કાર્ડ મોકલાવી શકાય, જેમાં ખોપરીનું ચિત્ર દોરેલું હોય અને નીચે લખ્યું હોયઃ ‘કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે.’ chetanpagi@gmail.com

   સા

   મજાતંત્ર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાનૂની ચેતવણીઃ આ વર્ષે બાબો બોર્ડમાં છે
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `