Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » ચેકીંગ દરમિયાન 35 વાહનોને મેમો અપાયો 3 વાહન ડીટેઈન કરાયા

ચેકીંગ દરમિયાન 35 વાહનોને મેમો અપાયો 3 વાહન ડીટેઈન કરાયા

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 02:45 AM

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી - બોટાદની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે એ.આર.ટી.ઓ. કચેરી બોટાદના ચેકીંગ સ્ટાફ...

  • ચેકીંગ દરમિયાન 35 વાહનોને મેમો અપાયો 3 વાહન ડીટેઈન કરાયા
    સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી - બોટાદની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે એ.આર.ટી.ઓ. કચેરી બોટાદના ચેકીંગ સ્ટાફ દ્વારા બરવાળા રોડ ખાતે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૩૫ વાહનોને ચેકીંગ મેમો આપવામાં આવ્યો હતો. ૩ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા, તથા સ્થળ ઉપર રૂપિયા ૨૮,૦૦૦/- નો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે બાકી કેસોમાં અંદાજીત રૂપિયા ૬,૭૦,૦૦૦/- દંડની વસુલાત હાથ ધરી વાહન નંબરને બ્લેક લીસ્ટેડ કરવામાં આવ્યા છે.

    જિલ્લાના વાહનચાલકોને જણાવવાનું કે, દંડનીય કાર્યવાહીથી બચવા દરેક વાહન માલિક / વાહન ચાલકોને તેમના વાહનનો બાકી ટેકસ ભરપાઈ કરી જવા તથા વાહન સાથે ટેકસ, વિમો, પાર્સીંગ, પરમીટ, પીયુસી અને લાયસન્સ વગેરે દસ્તાવેજો અવશ્ય સાથે રાખવા જણાવવામાં આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ