સાળંગપુર ગામેથી સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ

સ્વચ્છતા ઝૂંબેશનો ઊર્જા મંત્રી દ્વારા સફાઈ કરી પ્રારંભ કરાયો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Barvala - સાળંગપુર ગામેથી સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ
બરવાળા તાલુકાના સાળંગપુર ગામેથી સૌરભભાઈ પટેલે શ્રમદાન થકી સફાઈ કરી જિલ્લામાં સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ તા, 15 સપ્ટેમ્બરના સાંજના 6 કલાકે કરવામાં આવ્યો હતો.

મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતા સફાઈના ચુસ્ત આગ્રહી રહયાં અને તેમના આ સંકલ્પને પાર પાડવા પ્રધાનમંત્રી નરન્દ્રભાઈ મોદીએ 15 સપ્ટેમ્બરથી આગામી ગાંધી જ્યંતી સુધી એટલે કે, તા. 2 જી ઓકટોમ્બર સુધી પૂજય બાપુની 150 મી જન્મ જયંતિ વર્ષે દેશભરમાં સ્વચ્છતા એ જ સેવા ના ધ્યેય સાથે સફાઈ માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં અવ્યું છે. જેમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામની પવિત્ર ભૂમિ પરથી શરૂ થયેલા આ સ્વચ્છતા અભિયાનમાં સ્વૈચ્છીક સામાજીક સંસ્થાઓ, સામાજીક આગેવાનો, અને લોકોને બોટાદ જિલ્લો સ્વચ્છ બને તે માટે આ સ્વચ્છતાના અભિનવ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમા જિલ્લા કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, સામાજીક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહી સ્વચ્છતાના આ કાર્યમાં જોડાયા હતા.

X
Barvala - સાળંગપુર ગામેથી સ્વચ્છતા એ જ સેવા અભિયાનનો શુભારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App