Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » Barvala - બેદરકારી વારંવાર શહેરની ગટર ઉભરાતા સરપંચ દ્વારા જેટીંગ મશીન ફાળવવાં તંત્રને રજૂઆત

બેદરકારી વારંવાર શહેરની ગટર ઉભરાતા સરપંચ દ્વારા જેટીંગ મશીન ફાળવવાં તંત્રને રજૂઆત

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:40 AM

રાણપુર શહેરની વસ્તી અંદાજે 20 હજાર આજુબાજુ છે તેમજ આ શહેર નું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે....

  • Barvala - બેદરકારી 
 વારંવાર શહેરની ગટર ઉભરાતા સરપંચ દ્વારા જેટીંગ મશીન ફાળવવાં તંત્રને રજૂઆત
    રાણપુર શહેરની વસ્તી અંદાજે 20 હજાર આજુબાજુ છે તેમજ આ શહેર નું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા આ શહેરમાં અંડર ગ્રાઉન્ડ ગટર નાખવામા આવી છે. આ અંડર ગ્રાઉન્ડ ગટરની મેનહોલ ટાંકીઓ વારંવાર છલકાતા શહેર નું ગંદુપાણી શેરીઓમા અને પીવાના પાણીની પાઈપ લાઈનમા ભળતા શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય શહેરીજનોને સતાવી રહ્યો છે.

    રાણપુર શહેરમા થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ગટર નાખવામા આવી છે. આ અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડીઓ વારંવાર ભરાય જતા ગટરનું ગંદુપાણી શહેરની બજારોમા ફરીવળે છે. તેમજ શહેરના પીવાના પાણીની પાઈપલાઈન ના વાલ્વ અને ટાંકીઓમા શહેરના કાકરીયા ચોરા, આદિત્યવિલા સોસાયટી, ગાયત્રી સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં આ ગટરનું ગંદુ પાણી પીવાની પાઈપલાઈન માં ભળતા લોકોને દુષિત પાણી મળી રહ્યુ છે. ત્યારે આ વિસ્તારની મહીલાઓ દ્વારા આ અંગે ગામ પંચાયત સરપંચ અબ્બાસભાઈ ખલાણી ને વારંવાર રજુઆત કરી હતી કે શહેરમા રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ સમસ્યાનું નિરાકરણ તંત્ર દ્વારા કરવામા આવે આ અંગે ગામ પંચાયત સરપંચે જણાવ્યું હતુ કે શહેરમા ગટર વારંવાર ઉભરાતી હોય ગંદુપાણી પીવાના પાણીમા ભળે છે. માટે આ ગટરની મેન હોલ સફાઈ માટે જેટીંગ મશીનની જરૂરીયાત પડે આ મશીન 14માં નાણાપંચની ગ્રાંટમાંથી ફાળવવા માટે જિલ્લા વિકાસ અધીકારી ને કરવામાં આવી છે. જો વહેલી તકે આ મશીન તંત્ર દ્વારા ફાળવવામાં આવે તો શહેરની આ સમસ્યા નું નિરાકરણ થઈ શકે તેમ છે.

    રાણપુર શહેરમાં ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળતા રોગચાળાનો ભય

    છલકાતું ગંદું પાણી પીવાના પાણી સાથે ભળી જતાં રોગચાળાની ભીતિ

    ગંદુ પાણી પાઇપાલાઇનમાં ભળતાં દૂર્ષિત પાણી પીવાનો વારો

    રાણપુર શહેરની વસ્તી અંદાજે વીસેક હજાર જેટલી છે. આ શહેરમા થોડા સમય પહેલા અંડર ગ્રાઉન્ડ ગટર નાખવામા આવી છે. આ ગટર વારંવાર ઉભરાતા ગટરનું ગંદુપાણી પીવાની પાઈપ લાઈનમાં ભળતા લોકોને દુષીત ગંદુ પીવાનું પાણી મળે છે. જેના લીધે શહેરમા રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. જે અંગે અમોએ ગામપંચાયતમાં રજુઆત કરી છે. દોલીબા દલુભા પરમાર, સ્થાનીક રહીશ કાકરીયા ચોરા રાણપુર

    ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત

    અમારા વિસ્તારમાં ગટરનું ગંદુપાણી પીવાનાપાણીમા ભળતા દુષીત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ સમાસ્યા નું નિરાકરણ આવે તે માટે ગામ પંચાયત મા અવાર નવાર રજુઆતો કરવામા આવી છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. માલુબા અલુબા, સ્થાનિક રહીશ રાણપુર

    જેટીંગ મશીનની માગ

    આ સમસ્યા માટે જેટીંગ મશીનની જરૂરીયાત છે. આ મશીન રાણપુર ગ્રામપંચાયત ને 14માં નાણાપંચ માંથી ફાળવવામાં આવે તેવી માંગણી બોટાદ જિલ્લા વિકાસ અધીકારીને કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેની મંજુરી મળેલ નથી જો આ મશીન માટે વહેલીતકે મંજુરી આપવામાં આવે તો આ સમસ્યાનો હલ વહેલી તકે થઈ શકે તેમ છે. અબ્બસભાઈ ખલાણી, સરપંચ ગ્રામપંચાયત રાણપુર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending