સાળંગપુરમાં ભાજપનો બે દિવસનો ‘ક્લાસ’ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા તાલુકાના સાળંગપુર ગામે બી.એ.પી.એસ મંદિર ખાને બે દિવસનો ભાજપ પ્રદેશનો અભ્યાસ વર્ગનો પ્રારંભ તા.27-03-2017ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન રાગ લઇ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ વર્ગ સેસન ચાલશે જેમાં વિજયભાઇ રૂપાણી, જીતુભાઇ વાઘાણી, પ્રદેષ પ્રમુખ, સતષજી કેન્દ્રીય સંગઠન મંત્રી, સંતોસજી, શીવ પ્રકાશજી, ભીખુભાઇ દલખાણીયા સહીતના મહાનુભાવોન ઉપસ્થિતિમાં શરૂ થયો હતો. પ્રમુખ દિવસે બપોરના 4 કલાકે મુખ્યમંત્રી વિજયભાઇ સાળંગપુર ગામે આવી પહોચ્યા હતા. અને સૌપ્રથમ જગવિખ્યાત સુપ્રસિધ્ધ હનુમાનજીદાદાના મંદિરે જઇ દાદાના દર્શન કર્યા હતા. ત્યાર બાદ બી.એસ.એસ મંદિર ખાતે પ.પુ. પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિરના દર્શન કરી અભ્યાસ વર્ગનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.

અભ્યાસ વર્ગનો હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી સંગઠન અને સરકાર દ્વારા લોકોની વચ્ચે જઇ તેની વિસે માહિતી આપવામાં આવશે અને ભાજપની વિચારસરણી, રાજકીય ઇતિહાસ અ્ને કાર્ય પ્રાણાલીના માધ્યમથી દૂર લોકોની સામે રહી લોકોની સાથે રહી તેમના સરળ કામોના લિધએ આવનાર દિવસોમાં લોકો ભાજપને વિજય બનાવશે અને તે માટે પક્ષના 500થી વધુ કાર્યકરો મહીનાથી 1 વર્ષ માટે પક્ષના કામે લાગી જશે ભાજપ પક્ષના 6ઠ્ઠી એપ્રિલ સ્થાપના દિવસથી 14 એપ્રિલ આંબેડકર જયંતી એક અઠવાડીયુ વિવિધ કાર્યક્રમો ઉજવશે. આમ અભ્યાસ વર્ગમાં ગુજરાતમાંથી ભાજપના સંગઠન હોદેદારો બે દિવસની તાલીમ લેસે અને આવનાર 2017ની વિધાન સભાની ચુંટણીમાં 150થી વઘુ સીટો મેળવા માટે મિશન 2047નો પ્રારંભ કરી દેવો હતો.

આગામી ચૂંટણીને ધ્યાનમાં લઇ સાળંગપુર ખાતે ભાજપની બે દિવસના વર્ગનો આરંભ થયો હતો. તસવીર-કેતનસિંહ પરમાર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિપ પ્રાગટ્ય કરી અભ્યાસ વર્ગનો પ્રારંભ કર્યો

અન્ય સમાચારો પણ છે...