તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • ત્રણ સવારી જઇ રહેલા બાઇક સાથે કુતરુ અથડાતા એકનું મોત, 2ને ઇજા

ત્રણ સવારી જઇ રહેલા બાઇક સાથે કુતરુ અથડાતા એકનું મોત, 2ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળા તાલુકાના સાળંગપુર પાસે આવેલાં અક્ષરવાડી પાસે કુતરા સાથે બાઇક અથડાતા ચાલકને ગંભીર ઈજાઓ પહોચતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર બે લોકોને ઈજાઓ પહોચતાં સારવાર અર્થે બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.

મળતી માહિતી મુજબ બરવાળા બોટાદ હાઈવે ઉપર અવેલા સાળંગપુર પાસે સ્વામીનારાયણ મંદિરની વાડી પાસે સોમવારની રાત્રે 8 કલાકે બોટાદ તરફથી આવી રહેલા બાઇક સાથે અચાનક રોડની સાઈડમાંથી કુતરુ અથડાતા બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પલ્ટી મારી મારી હતી. આથી બાઈક ચાલક યોગેશભાઈ ભોપાભાઈ વઢવાણીયા (ઉ.વ.40, રહે.બરવાળા)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જ્યારે બાઈકમા સવાર ગણેશભાઈ ધનજીભાઈ ખાંદળા અને ભરતભાઈ શંકરભાઈ ડોડીયા (બંને રહે. બરવાળા)ને ગંભીર ઈજાઓ પહોચી હતી. અનુસંધાન પાના નં. 3 પર...

અન્ય સમાચારો પણ છે...