વલ્લભીપુર શાખા નહેરના પાણીના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ

બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતા પાણીનો અનધિકૃત ઉપાડ, ઉપયોગ થતો અટકાવવા...

DivyaBhaskar News Network | Updated - Mar 21, 2018, 02:15 AM
વલ્લભીપુર શાખા નહેરના પાણીના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ
બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતા પાણીનો અનધિકૃત ઉપાડ, ઉપયોગ થતો અટકાવવા બરવાળા તાલુકાના 8 ગામો કે જ્યાંથી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર પસાર થાય છે. તે વિસ્તારને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે.

આગામી ચોમાસાની ઋતુ સુધીનાં પાંચ માસના સમયગાળા દરમ્યાન લોકોને પીવાનું પાણી સરળતાથી મળી શકે તે માટે પાણીનો જથ્થો અનામત રાખવાનું ઈચ્છનીય જણાતા બોટાદ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વહન થતા પાણીનો અનઅધિકૃત ઉપાડ, ઉપયોગ થતો અટકાવી શકાય તેમજ પીવાના પાણીની વ્યવસ્થામાં ભાંગફોડ ઉભી કરી પાણીની વિતરણ વ્યવસ્થાની પરિસ્થિતિ પર વિપરીત અસર પહોંચે તેવા કોઈપણ કૃત્યો થતા અટકાવી શકાય તે માટે બરવાળા તાલુકાનાં કાપડીયારી, અંકેવાળીયા, ચોકડી, ઢાઢોદર, નભોઈ, નાવડા, પીપરીયા અને વાઢેલા સહિતનાં ગામોમાંથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

આ જાહેર નામા અન્વયે પ્રતિબંધિત વિસ્તારમાં ફરજ પરનાં નર્મદા વિભાગના અધિકારી, કર્મચારી, પોલીસ અધિકારી, પોલીસ કર્મી સિવાય અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશી શકશે નહીં અને આ શાખા નહેરમાંથી અનઅધિકૃત રીતે પાણી ખેંચવા માટેના મશીનો, બકનળી, સબમર્સીબલ પંપ, પાઈપ લાઈન, અન્ડરગ્રાઉન્ડ પાઈપ લાઈનથી કે અન્ય કોઈપણ રીતે પાણી ખેંચી લઈ શકશે નહિ તેમજ આ જાહેર નામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

X
વલ્લભીપુર શાખા નહેરના પાણીના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App