Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે નંબર વગરનું બાઇક

ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે નંબર વગરનું બાઇક

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 02:15 AM

ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે નંબર વગરનું બાઇક રામપરાથી કેરાળા તરફ આવી રહ્યું છે, જેથી પોલીસે આ...

  • ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે નંબર વગરનું બાઇક

    ગઢડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમી રાહે નંબર વગરનું બાઇક રામપરાથી કેરાળા તરફ આવી રહ્યું છે, જેથી પોલીસે આ નંબર વગરનું બાઇક લઈને પસાર થતા નરેશભાઈ ઓધાભાઈ તાવીયા (કોળી), દિલીપભાઈ મનજીભાઈ સીસા (કોળી) ને અટકાવી પુછપરછ કરતા આ બાઇક મોરબીથી ચોરી કર્યાનું કબુલતા પોલીસે બન્નેની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

    ગઢડા પી.એસ.આઈ. રાજુ કરમટીયા તથા સ્ટાફનાં કુલદીપસિંહ ગોહિલ, યુવરાજસિંહ ઝાલા, પ્રવિણભાઈ ચૌધરી, વર્ધાભાઈ રાજપુત સહિતનો પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળેલ કે એક નંબર વગરનું ચોરાઉ બાઇક રામપરાથી કેરાળા તરફ આવે છે, જેથી પોલીસે રામપરાનાં રસ્તે વોચ ગોઠવી નંબર વગરનું બાઇક બે સવારીમાં પસાર થતા તેને અટકાવી પુછપરછ કરતા પોતે પોતાનું નામ નરેશભાઈ ઓધાભાઈ તાવીયા અને દિલીપભાઈ મનજીભાઈ સીસા રહે. રામપરા, તા.ગઢડાવાળા હોવાનું જણાવેલ અને આ નંબર વગરનાં બાઇક બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા પોલીસ સ્ટેશને લઈ જઈ સઘન પુછપરછ કરતા આ બાઇક નરેશભાઈ ઓધાભાઈ તાવીયાએ આજથી પાંચ મહિના પહેલા બરવાળા તાલુકાના રામપરાનાં રહેવાસી અને હાલ રફાળીયા ખાતે રહેતા તેનાં મિત્ર કિશન સાગરભાઈ કળથરાવાળા સાથે મળી મોરબીથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. આ બાઇક ચોરી અંગે મોરબી પોસ્ટે ગુનો નોંધાયો છે. પોલીસે બન્નેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ