Divya Bhaskar

Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » અંડરપાસની કામગીરી શરૂ, ભારે વાહનો માટે હાઈ‌વે 4 માસ સુધી બંધ

અંડરપાસની કામગીરી શરૂ, ભારે વાહનો માટે હાઈ‌વે 4 માસ સુધી બંધ

Divyabhaskar.com | Updated - Mar 16, 2018, 02:15 AM

બોટાદ શહેરમાં માર્ગ અને મકાન પેટા વિભાગ બોટાદ દ્વારા બોટાદ સાળંગપુર રોડ ઉપર ક્રોસીંગ નં. ૧૬૨-બી અંડરપાસ બનાવવાની...

  • અંડરપાસની કામગીરી શરૂ, ભારે વાહનો માટે હાઈ‌વે 4 માસ સુધી બંધ
    બોટાદ શહેરમાં માર્ગ અને મકાન પેટા વિભાગ બોટાદ દ્વારા બોટાદ સાળંગપુર રોડ ઉપર ક્રોસીંગ નં. ૧૬૨-બી અંડરપાસ બનાવવાની કામગીરી શરૂ થયેલ હોય જેને ધ્યાને લઈ બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે એક જાહેરનામા દ્વારા સેંથળી ગામથી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ સુધીના સ્ટેટ હાઈવે નં. ૧૧૮ હેવી વ્હિકલ માટે ૪ મહિના માટે બંધ કરવા ફરમાવ્યું છે.

    બરવાળા સાળંગપુર તરફથી બોટાદ તરફ આવતા ભારે વાહનોનો સઘળો ટ્રાફિક હવે સેંથળી સમઢીયાળા-૧ થી લાઠીદડ બોટાદ હાઈવે પર પસાર કરવાનો રહેશે. જ્યારે લાઈટ વ્હિકલ તેમજ ટુ વ્હિલર માટે બોટાદ શહેરમાં પ્રવેશવા તેમજ બોટાદ શહેર બહાર નિકળવા માટે બોટાદ સાળંગપુર રોડ અંડરપાસનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સાળંગપુર રોડથી સબીહા હોસ્પિટલના માર્ગેથી નવનાળા નીચેથી ગઢડા તરફ પસાર કરવાનો રહેશે.

    સોનાવાલા હોસ્પિટલ જતાં દર્દીઓ મુલાકાતીઓ માટે બોટાદ સાળંગપુર પર પ્રવેશ બંધ થતો હોય જેના વિકલ્પે સ્ટેશન રોડથી રેલ્વે સ્ટેશન પાસેના ફાટકથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા. ૩૦/૬/૨૦૧૮ સુધી અમલમાં રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending