પીપળી પાસે ST, છોટા હાથી વચ્ચે અકસ્માતમાં એકનું મોત

વટામણ પીપળી હાઇવે પર આવેલી એક હોટલ પાસે વેહલી સવારે એસટી બસ અને છોટા હાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટાહાથી...

DivyaBhaskar News Network | Updated - Mar 19, 2018, 02:10 AM
પીપળી પાસે ST, છોટા હાથી વચ્ચે અકસ્માતમાં એકનું મોત
વટામણ પીપળી હાઇવે પર આવેલી એક હોટલ પાસે વેહલી સવારે એસટી બસ અને છોટા હાથી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છોટાહાથી ચાલકનું મોત નીપજ્યું હતું.

વટામણ પીપળી હાઈવે ઉપર આમંત્રણ હોટલ પાસે રવિવારના સવારના 4-30 કલાકે સેલવાસ સાવકુંડલા રૂટની એસ.ટી.બસ અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાતા છોટા હાથી ચાલક નાસીરહુસેન મહંમદભાઈ ડેરૈયા (રહે, સાંઢીયાવાડ ભાવનગર)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફેદરા 108 અને ધોલેરા પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતકની લાશને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

આ અંગે એસ.ટી. બસના ચાલક વિરૂધ્ધ મૃતકના ભાઈ સબ્બીરહુસેન અહમંદભાઈ ડેરૈયાએ ધોલેરા પોલીસમાં ગુનો નોંધાવી આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

હાઇવે પર ફુલ સ્પિડે જતાં વાહનોને કારણે અકસ્માતની ઘટનામાં વધારો નોંધાયો છે. વહેલી સવારે વાહન ચાલકને જોકું આવી જતાં પણ આવી પ્રકારના બનાવ બને છે. ફુલ સ્પિડે જતાં વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી લેવાય તેવી લોકોની માગ છે.

X
પીપળી પાસે ST, છોટા હાથી વચ્ચે અકસ્માતમાં એકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App