ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala» સુંદરિયાણાની સીમમા જુગાર રમતા 13માંથી ફક્ત 7 શખ્સ ઝબ્બે, 6 ફરાર

  સુંદરિયાણાની સીમમા જુગાર રમતા 13માંથી ફક્ત 7 શખ્સ ઝબ્બે, 6 ફરાર

  DivyaBhaskar News Network | Last Modified - Mar 16, 2018, 02:10 AM IST

  રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એમ.એલ.ઝાલા અને પોલીસ સબ ઈન્સ ડી.વી. ડાંગર અને સ્ટાફના માણસો માલણપુર ગામ...
  • સુંદરિયાણાની સીમમા જુગાર રમતા 13માંથી ફક્ત 7 શખ્સ ઝબ્બે, 6 ફરાર
   સુંદરિયાણાની સીમમા જુગાર રમતા 13માંથી ફક્ત 7 શખ્સ ઝબ્બે, 6 ફરાર
   રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. એમ.એલ.ઝાલા અને પોલીસ સબ ઈન્સ ડી.વી. ડાંગર અને સ્ટાફના માણસો માલણપુર ગામ વિસ્તારમા રાણપુર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૧૨/૧૭ ઈ.પી.કો ૩૬૩ મુજબ ના ગુનાની તપાસમા હતા. તે દરમ્યાન પૂર્વબાતમી મળી હતી સુંદરિયાણા ગામમા થી સાલાસર જવાના રસ્તે આશરે અડધો કી.મી દુર ખુલ્લી પડતર જગ્યામા બેટરીના અજવાળે અમુક ઈસમો હારજીતનો જુગાર રમે છે. તેમ હકીકત મળતા રાત્રીના નવ વાગ્યાના અરસામા પોલીસ સ્ટાફના માણસો પહોંચતા જુગાર રમતા આરોપીઓ નાસવા લાગ્યા હતા.

   જેમાથી દીનેશભાઈ રામચંદાણી ઉ.વર્ષ ૨૫ રહે. ભાવનગર, રાજુભાઈ મકવાણા ઉ.વર્ષ ૩૬ રહે. નવાગામ તા.વરતેજ, રોહીતભાઈ ચુડાસમા ઉ.વર્ષ ૨૪ રહે.ઝાંખી તા.ધોલેરા, સંજયભાઈ મેટાળ ઉ.વર્ષ ૨૨ રેહે. નવાગામ તા.ધોલેરા, અબજલભાઈ લાકડીયા ઉ.વર્ષ. ૩૩ રહે.ભાવનગર, મુમતાજબેન જીવાભાઈ ભીરડીયા ઉ.વર્ષ.૫૦ રહે.ભાવનગર, ઉષાબેન બારૈયા ઉ.વર્ષ. ૪૮ રહે. ભાવનગર હાલ. સુરત સ્થળ ઉપર જુગાર ના સાહિત્ય સાથે રોકડ રૂ. ૩૪,૭૦૦ અને ગંજીપાના નંગ-૫૨, એક બેટરી, મોબાઈલ નં-૬ ૩,૫૦૦, ઈક્કો ગાડી રૂ. ૧,૦૦,૦૦૦ અને ઈન્ડીકા રૂ. ૫૦,૦૦૦ ની મળી કુલ રૂ. ૧,૮૮,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.

   જ્યારે વિક્રમભાઈ ગોહિલ રહે.હડાળા, પ્રવિણસિંહ સોલંકી રહે. હડાળા, વજુભાઈ જાદવ રહે.ગાંગડ, વાલજીભાઈ ચુડાસમા રહે. ઝાંખી, સાગરભાઈ કો.પ રહે. ભાવનગર, ગુલાલબેન પુનાણી રહે. ભાણગઢ વાળા પોલીસને ચકમો આપી બાવળની ઝાડી પાછળ અંધારામાં નાસી ગયા હતા. આ બાબતે રાણપુર પોલીસે જુગારધારાનો ગુન્હો નોંધી આગળની તપાસ પો.સબ.ઈન્સ. ડી.વી.ડાંગર ચલાવી રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Ahmedabad Aaspass Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુંદરિયાણાની સીમમા જુગાર રમતા 13માંથી ફક્ત 7 શખ્સ ઝબ્બે, 6 ફરાર
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  X
  Top