તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળાના રાણપરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકાર દ્વારા ચોથા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ મારફતે વિવિધ વિભાગની યોજનાને લગતા પ્રશ્નોના નિકાલ માટે 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી બરવાળા તાલુકાના રાણપરી ગામની પ્રાથમિક શાળામાં યોજાશે.

જેમાં બરવાળા તાલુકાના કલસ્ટરમાં સમાવિષ્ટ કાપડીયાળી, કુંડળ, જુના, નવા નાવડા, વાઢેળા, ઢાઢોદર અને ખમીદાણા ગામોના લોકો નાયબ કલેકટર બરવાળાના અધ્યક્ષ સ્થાને પોતાની સમસ્યા રજૂ કરી શકશે. તેવુ બરવાળા મામલતદારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...