• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Barvala
  • રામપરા હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા અને ટી.બી. કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી સ્પર્ધા યોજાઇ

રામપરા હાઇસ્કુલમાં તમાકુ મુકત શાળા અને ટી.બી. કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા | બરવાળા તાલુકાના રામપરા ગામની હાઈસ્કૂલમા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢક અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.અનિલ વર્માના માર્ગદર્શન હેઠળ તમાકુ મુકત શાળા અને ટીબી કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી સ્પર્ધા યોજાઇ હતી. આ કાર્યક્રમનો હેતુ શાળાના વિદ્યાર્થીઓ તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી હાઈસ્કૂલના બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. આ સ્પર્ધામા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનીષાબેન વ્યાસ અને શિક્ષક સ્મિતાબેન, સંજયભાઈ ગોલેતર, ટી.બી.વિભાગ માંથી સંજયભાઈ રામદેવ અને સોશ્યલ વર્કર ગૌતમભાઈ વંડરા દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...