દારૂની ખેપ મારનાર ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરવાળાનાદેવપરાગામના પાટીયા પાસેથી તા.16 ના રોજ સવારે 5.30 વાગ્યાના અરસામાં વિદેશીદારૂની હેરાફેરી કરતો ખેપીયો 164 નંગ વિદેશીદારૂ સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર બરવાળા પોલીસના પીએસઆઇ ડી.કે. વાઘેલા, પૃથ્વીરાજસિંહ સીસોદીયા, નરેન્દ્રસિંહ સોલંકી વિગેરે સહીતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે દેવપરાગામના પાટીયા પાસે ધોલેરા તરફથી આવી રહેલી મારૂત ઝેન કાર ઉપર શંકા જણાતા કારની તપાસ કરતા કારમાંથી રોયલ સ્પેશિયલ વ્હીસ્કી બોટલ નંગ-192 તથા હેવર્ડસ વ્હીસ્કી બોટલ નંગ-72 મળી કિ.રૂ.30,000 તથા કાર કિ.રૂ.30,000 મળી કુલ રૂ.60000 ના મુદામાલ સાથે નરેશ જયંતીભાઇ મેહરા (રહે. દેવપરા તા.ધોલેરા)ને રંગેહાથ ઝડપી પાડયો હતો. બરવાળા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડી.કે. વાઘેલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...