Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » રાણપુરના જાળીલા ગામના સરપંચ ગીતાબેનના પતિ ઉપર આજ ગામના

રાણપુરના જાળીલા ગામના સરપંચ ગીતાબેનના પતિ ઉપર આજ ગામના

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 02:05 AM

રાણપુરના જાળીલા ગામના સરપંચ ગીતાબેનના પતિ ઉપર આજ ગામના કાઠી યુવક અને અજાણ્યા એક શખ્સે બરવાળા એસ.ટી બસસ્ટેન્ડ...

  • રાણપુરના જાળીલા ગામના સરપંચ ગીતાબેનના પતિ ઉપર આજ ગામના

    રાણપુરના જાળીલા ગામના સરપંચ ગીતાબેનના પતિ ઉપર આજ ગામના કાઠી યુવક અને અજાણ્યા એક શખ્સે બરવાળા એસ.ટી બસસ્ટેન્ડ પાસે છરી વડે હુમલો કરાતા ઈજાઓ પહોચી.

    પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના જાળીયા ગામના મનજીભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ.48) તા. 3ના રોજ રાત્રીના 9 કલાકે બરવાળા કામકાજ અર્થે આવ્યા હતા તે દરમિયા આજ ગામના ભગીરથભાઈ જીલુભાઈ ખાચરે અને અન્ય એક શખ્સે બરવાળા બસસ્ટેન્ડની બાજુમા મનજીભાઈનું મોટર સાઈકલને ઉભુ રખાવી હતુ કે તે મારા વિરૂધ્ધ અગાઉ જે ફરિયાદ નોંધાવી છે તે પાછી ખેચી લે અને જાતિપ્રત્યે અપશબ્દો ઉચ્ચારી જાનથી મારીનાખવાની ધમકી આપી છરી વડે મનજીભાઈ ના ડાબા, જમણા હાથે અને છાતી ઉપર છરીના વડે હુમલો કરી ઈજા પહોચાડી બન્ને શખ્સો ત્યાથી નાસી છુટ્યા હતા. આ અંગે મનજીભાઈ એ બરવાળા પોલીસ સ્ટેશનમા બન્ને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા આગળની તપાસ બોટાદ ડી.વાય.એસ.પી વી.એસ.પટેલ ચલાવી રહ્યા છે.

    મનજીભાઈને પહેલાથી આ વાતની જાણ થઈ જતા તેમણે બોટાદ ડી.એસ.પી પાસે તા. ૨૫-૧-૧૮ ના રોજ પરિવારની સુરક્ષા માટે પોલીસ પ્રોટ્રેક્સન માટે અરજી કરી માંગણી કરી હતી તેમ છતા પોલીસ તંત્ર દ્વારા પરિવારની સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન ન મળતા તા. ૩-૩-૧૮ના રોજ આરોપીએ રાત્રીના સમય નો લાભ ઉઠાવી હુમલો કરી ત્યાથી નાશી છુટ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ