તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વ રોગ નિદાન કેમ્પમાં 650 દર્દીઓએ લાભ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરવાળા તાલુકાના જુના નાવડા ગામે મુક્તિધામ પાસે રવિવારે સવારે 9થી 2 કલાક સુધી નિઃશુલ્ક સર્વરોગ નિદાંન તેમજ સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પ માં ડો. મહિડા, ડો, રોમાંસ વ્યાસ, ડો. જયરાજસિંહ આર.વાળા, ડો.ગૌરાંગ શાહ, ડો.પાર્થ સોલંકી, ડૉ.સિદ્ધી ઠાકર, ડો.સંજય પટેલ મેડીકલ ઓફિસર, નાવડાનો સ્ટાફ ઉપસ્થિત રહી 650 જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. તેમજ સર તખ્તસિંહજી જનરલ હોસ્પીટલની ટીમ દ્વારા રક્તદાન કેમ્પમાં 121 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાતાઓને સ્વ. રાજદિપસિંહ ભાડલીયાના પરિવાર તરફથી ઘડીયાળ આપી હતી. આ કેમ્પમાં ડૉક્ટરો દ્વારા આંખ, કાન, નાક, ગળા, હાડકા, સાંધાના દુખાવા, ડાયાબીટીસ, શ્વાસના રોગ, સ્ત્રીરોગ, સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.

આ સર્વ રોગ નિદાન તેમજ રક્તદાન કેમ્પને સફળ બનાવવા શ્રી અરીહંત ચેરીટેબલ ટ્રસ્ટ નાવડા તેમજ સ્વ.રાજદિપસિંહ ભાડલીયાના પરિવારજનો સહિત નાવડા ગામના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...