તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Barvala
 • ધોલેરાના કમિયાળાની ધરામાં ભેદી અવાજ સંભળાતા ગ્રામજનો ચિંતિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોલેરાના કમિયાળાની ધરામાં ભેદી અવાજ સંભળાતા ગ્રામજનો ચિંતિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોલેરાતાલુકાના કમિયાળા ગામે બુધવારે સમી સાંજથી એક 10 ફૂટની ત્રિજ્યાવાળી જમીનમાંથી ભેદી અવાજ શરૂ થયો છે. જે બીજા દિવસેય જારી રહેતાં સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટની લાગણી પ્રસરી છે. બનાવની જાણ થતાં ધોલેરા મામલતદારે ભૂસ્તર વિભાગની મદદ લીધી હતી. જેમાં ટીમે ગુરૂવારે દિવસ દરમિયાન ભેદી અવાજનો તાગ મેળવવા તપાસ આદરી છે. ઉપરાંત સલામતીના ભાગરૂપે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે.

અંગે સ્થાનિકોના વધુમાં જણાવ્યાનુસાર કમિયાલા ગામે ગત 7મી સપ્ટેમ્બરે સાંજના સુમારે એક સ્થળે માત્ર 10 ફૂટની ત્રિજ્યાવાળી જમીનમાંથી ભેદી રીતે સતત અવાજ આવી રહ્યો છે. અવાજ આવતો હોવાની વાત સમગ્ર ગામમાં પ્રસરતા ગ્રામજનો પણ કુતૂહલવશ ને ગભરાટ સાથે સ્થળ દોડી આવ્યા હતા. ઉપરાંત બીજા દિવસેય જમીનમાંથી ફ્રીજમાંથી થતાં અવાજ સતત આવતો હોઈ પંચાયત દ્વારા તંત્રને જાણ કરાઈ હતી. એથી તાલુકા મથકેથી મામલતદાર દ્વારા ભેદી અવાજની ઘટનાનો તાગ મેળવવા માટે ભૂસ્તર વિભાગની મદદ મંગાઈ હતી.

જેના પગલે એક ટીમ ગુરૂવારે કમિયાળા ગામની મુલાકાતે આવી હતી. તેઓએ ગ્રામજનો પાસેથી સદર સ્થળેથી કોઈ પાણીની પાઈપલાઈન કે અન્ય કોઈ ગેસ કે ઓઈલની લાઈન પસાર તો થતી નથીની જાણકારી માંગી હતી. જેના પ્રત્યુત્તરમાં પંચાયત અને સ્થાનિકોએ નનૈયો ભણ્યો હતો. આથી હવે સદર સ્થળે ખોદકામ કરીને ભેદી અવાજનો તાગ મેળવવા માટે ભૂસ્તર વિભાગે તપાસ જારી રાખી છે. ત્યારબાદ અવાજ શા માટે આવી રહ્યો છે તે જણાવી શકાશે તેમ ભૂસ્તર વિભાગના તજજ્ઞે વધુમાં જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોલેરા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા 10 ફૂટની ત્રિજ્યા વાળા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી નિષ્ણાંતો કોઇ ચોક્કસ તારણ કે અભિપ્રાય નહીં આપે ત્યાં સુધી અહીં બંદોબસ્ત ગોઠવાયો છે.

ધોલેરાના કમિયાળામાં બુધવારે સાંજથી ગામમાં એક સ્થળે માત્ર 10 ફૂટની ત્રિજ્યાવાળી જમીનમાંથી ભેદી અવાજ આવી રહ્યો છે. અવાજ બીજા દિવસે પણ જારી રહેતાં ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ તપાસ આદરી છે.. તસવીર- કેતનસિંહ પરમાર

તાલુકા મામલતદારે ભૂસ્તર વિભાગની મદદ લેતાં ટીમે તપાસ આદરી

10 ફૂટની ત્રિજ્યાવાળી જમીનમાં બે દિવસથી ભેદી અવાજ આવી રહ્યુ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો