Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ

Divyabhaskar.com | Updated - Feb 26, 2018, 02:00 AM

સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને ટૂંકા અંતરની મુસાફરી માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે અંદાજે 6 જેટલી મીની બસો...

  • સુરેન્દ્રનગર જિલ્લામાં ટૂંકા અંતર માટે 6 મીની એસ.ટી.બસો ફાળવાઇ
    સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને ટૂંકા અંતરની મુસાફરી માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે અંદાજે 6 જેટલી મીની બસો એસ.ટી.તંત્ર દ્વારા ફાળવામાં આવી હતી. આ મીની એસ.ટી.બસો સુરેન્દ્રનગર તેમજ લીંબડી ડેપોમાંથી દોડાવવામાં આવતા મુસાફરોમાં આનંદ ફેલાયો હતો.

    રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા જિલ્લાના ચાર ડેપોમાંથી 160થી વધુ બસો મુસાફરો માટે દોડાવવામાં આવી રહી છે. ત્યારે આવી બસોમાં પણ મુસાફરોની ભીડ જામતી હોવાના કારણે ટૂંકા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ન છૂટકે બસોમાં પણ ભાડુ ચૂકવવા છતા ઉભા ઉભા જવાનો વારો આવતો હતો.

    બીજી તરફ એક સાથે 50 થી 55 જેટલી સીટવાળી બસોને પણ તંત્રને આ રૂટો પર ચલાવવાની સાથે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરિણામે અંદાજે 50 થી 60 કિમી જેટલા રૂટના અંતર માટે 30 સીટો વાળી મીની બસો દોડાવવાનો એસ.ટી.તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો લાભ સુરેન્દ્રનગર જિલ્લાને પણ મળતા 6 મીની બસોમાં હાલમાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આનંદની લાગણી ફેલાઇ છે.

    આ અંગે રાજકોટ વિભાગીય નિયામક ડી.એમ.જેઠવાએ જણાવ્યુ કે, કુલ 6 જેટલી મીની બસો ફાળવવામાં આવી છે. જેમાં લીંબડી ડેપોને 4 તેમજ સુરેન્દ્રનગર ડેપોમાંથી 2 બસો છે. ત્યારે આ બસો ખાસ કરીને લીંબડી, ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર, બરવાળા રૂટ પર ચલાવવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ