Home » Gujarat » Ahmedabad Aaspass » Barwala » જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરાઈ

જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરાઈ

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 02:00 AM

બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અન્વયે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં...

  • જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારી મહિલાઓને સન્માનિત કરાઈ
    બોટાદ જિલ્લાના કુંડળધામ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અન્વયે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતુ.

    આ મહિલા સંમેલનમાં ઉદ્દબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીની આગેવાની હેઠળ રાજય સરકારે કરેલી મહિલા કલ્યાણકારી પહેલ અને વિવિધ યોજનાકિય લાભોના પરિણામે મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં નારી સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઈન આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. બોટાદ જિલ્લામાં વર્ષ 2017માં 351 જેટલા કેસોના કિસ્સામાં મહિલા હેલ્પ લાઈન 181 દ્વારા ફરીયાદ લેઈ તેના નિરાકરણનુંકાર્ય કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે મીશન મંગલમ યોજના અંતર્ગત સ્વ સહાય જુથની બહેનોને રીવોલ્વીગ ફંડ અને કમ્યુનીટી ઈન્વેસ્ટમેન્ટ સહાયના ચેક, માતા યશોદા એવોર્ડ, મફત પ્લોટની સનદ વિતરણ, ઉજ્જવલા કિટ વિતરણ, આયુષ મહિલા મેડીકલ ઓફિસરને કાયા કલ્પ એવોર્ડ, મમતા કાર્ડ તેમજ મહિલા હેલ્થ વર્કરને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે પશુપાલન, જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી, રોજગાર અને માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગોના પ્રદર્શન સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિત બહેનોએ મુલાકાત લઈ વિવિધ યોજનાઓથી માહિતગાર થઈ હતી. આ તકે વિવિધ વિભાગો દ્વારા તેમની મહિલાલક્ષી યોજનાઓ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોની સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનોએ બેટી બચાવવાના શપથ લીધા હતા.કુંડળધામ ખાતે યોજાયેલ આ મહિલા સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક સજ્જનસિંહ પરમાર, આસીસ્ટન્ટ કલેકટર ડો. જીન્સી વિલીયમ્સ, અધિક નિવાસી કલેકટર બી. વી. લીંબાસીયા, બરવાળા પાલિકાના પ્રમુખ મીનાબેન રાણપુરા, બોટાદપાલિકાના પ્રમુખ બીનાબેન મહેતા, કાળુભાઈ ડાભી, રેખાબેન ડુંગરાણી, ,છનાભાઈ કેરાળીયા, અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ