જમીન આકારણી મામલે મંત્રી 10 હજારની લાંચ લેતા ઝડપાયા

બરવાળા તાલુકાના રોજીત ગામે રહેતા ફરિયાદીના મિત્રને વંડા ( પ્લોટ ) સરકારી જમીનની આકારણી કરવાના તેમજ પંચાયતના...

DivyaBhaskar News Network | Updated - Mar 08, 2018, 02:00 AM
જમીન આકારણી મામલે મંત્રી 10 હજારની લાંચ લેતા ઝડપાયા
બરવાળા તાલુકાના રોજીત ગામે રહેતા ફરિયાદીના મિત્રને વંડા ( પ્લોટ ) સરકારી જમીનની આકારણી કરવાના તેમજ પંચાયતના રજીસ્ટરમાં આકારણીની એન્ટ્રી કરવા માટે રોજીત ગામના તલાટી કમ મંત્રીએ રૂ.10 હજારની લાંચ માંગતા આ અંગે ભાવનગર એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકુ ગોઠવી મંત્રીને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબીએ મંત્રીને ઝડપી લેતાં અન્ય ગામોના તલાટીઓમાં ભારે ચકચાર મચી ગઇ છે.

રોજીત ગામે રહેતા ફરિયાદી ધર્મેન્દ્રભાઇ ધનજીભાઇ ડુંગરાણીના મિત્ર ના વંડા ( પ્લોટ ) સરકારી જમીન ની આકારણી કરવા તથા પંચાયત ના રજીસ્ટરમાં એન્ટ્રી કરવા પેટે સાળંગપુર ખાતે રહેતા અને રોજીત ગામના તલાટી - મંત્રી તરીકે ફરજ બજાવતા મંત્રી આશિષકુમાર હસમુખભાઇ મોદીએ રૂ.10.000/-ની લાંચ માંગી હતી.

જેથી ફરિયાદી ધર્મેન્દ્રભાઇ ડુંગરાણીએ આ અંગે ભાવનગર એસીબીમાં જાણ કરતાં ભાવનગર એસીબીના પીઆઇ ઝેડ.જી. ચોૈહાણ તથા સ્ટાફના સતીષભાઇ ચોૈહાણ અને મહાવીરસીંહ વગેરેએ ફરિયાદીના ઘરે રોજીત ગામે છટકુ ગોઠવી મંત્રી આશિષભાઇને ત્યા રકમ લેવા માટે બોલાવ્યા હતા.અને ફરિયાદીએ લાંચની રકમ આપતા મંત્રીએ તે સ્વીકારતા એસીબીએ તેમને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

જમીનનું કામ કરાવવા માટે તલાટીની જરૂર પડતી હોવાથી તલાટી મો માગ્યા રૂપિયા માગે છે.

X
જમીન આકારણી મામલે મંત્રી 10 હજારની લાંચ લેતા ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App