• Gujarati News
  • મહિલા બૂટલેગરના ત્રાસને લીધે સરપંચના પુત્રે માગ્યું પોલીસરક્ષણ

મહિલા બૂટલેગરના ત્રાસને લીધે સરપંચના પુત્રે માગ્યું પોલીસરક્ષણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના નાગલપર ગામે એક મહિલા બુટલેગરની હેરાનગતિ તથા અવારનવાર થતી ધાકધમકીથી ત્રસ્ત થઇને ગામના સરપંચના પુત્રે પોલીસ રક્ષણ માંગતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. થોડા દિવસ પહેલા થયેલા હુમલાના અનુસંધાને પોલીસમાં રક્ષણ મેળવવાની અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસના જણાવ્યા મુજબ, નાગલપરના સરપંચના પુત્ર મિતેશ ટાંકે એવી અરજી કરી હતી કે, ગામમાં રહેતી હાંસબાઇ કરશન ગઢવી તેમના પર ખોટા કેસ કરીને હેરાન પરેશાન કરે છે તેમજ ધાકધમકી કરે છે. હાંસબાઇ ગઢવી પર દારૂ વેચાણ કરવાના તથા મારકુટ કરવાના અનેક કેસ થયેલા છે. સરપંચ દ્વારા ગામમાં થતી આવી અસામાજિક પ્રવૃતિઓ બંધ કરાવવાના પ્રયાસ થતા મહિલા બુટલેગર અવારનવાર તેમના ઘરની આજુબાજુ હથિયાર લઇને આંટા મારે છે અને મારવાની ધમકી પણ આપે છે. તેમણે અગાઉ પણ તેમના તથા તેમના માતા પર હુમલો કર્યો છે. સિવાય હાંસબાઇ દ્વારા અવારનવાર તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપવામાં આવે છે. બાબતે દીપકભાઇએ તેમના પરિવારને જાનનું જોખમ હોવાથી પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ આવા મુદ્દે દીપકભાઇ પર મહિલા સહિત કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો પણ કર્યો હતો.