અંજારમાં એક્સ આર્મીમેન વતનમાં ગયો અને ઘરમાં ચોરી
શહેરનાગંગોત્રી વિસ્તારમાં શનિવારે મોડી રાતે એક ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાં રહેનારા એક્સ આર્મીમેન વ્યક્તિ પોતાના વતન ગયા હતા તે દરમિયાન ચોરોએ ખાતર પાડ્યું હતું. વતનથી પરત આવ્યા બાદ કેટલી રકમની ચોરી થઇ છે તે જાણ્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ, ગંગોત્રીની પાછળની તરફ રેલવે પાટાની નજીક વધી ગયેલા ગીચ બાવળિયા આવા ચોર ઇસમોનું આશ્રયસ્થાન બની રહ્યા હોવાની ફરિયાદ વિસ્તારના રહેવાસીઓએ કરી હતી.
...અનુસંધાનપાના નં. 6
અહીંછેલ્લા બે વર્ષમાં અનેક ઘરોમાં આવી રીતે ચોરી થઇ હોવાનું પણ બહાર આવ્યું હતું.
અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગંગોત્રી 1 માં આવેલા મકાન નં. 97માં શનિવારે મોડી રાતે ચોરી થઇ હતી. મકાનમાં મૂળ આણંદ નિવાસી એક્સ આર્મીમેન ધર્મેન્દ્રભાઇ પટેલ ભાડુઆત તરીકે રહે છે. તેઓ બે દિવસ પહેલા કોઇ પ્રસંગે પોતાના વતન ગયા હતા તે દરમિયાન ચોર તત્વો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી માલસામાનની ચોરી કરી ગયા હતા. સવારના સમયે આસપાસના રહેવાસીઓને ચોરી થઇ હોવાની જાણ થતા મકાનમાલિકને જાણ કરવામાં આવી હતી. મકાનમાલિકના જણાવ્યાનુસાર, ધર્મેન્દ્રભાઇ પરત આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે. વિસ્તારના રહેવાસીઓએ કોલોનીની પાછળના ભાગમાં આવેલા ગીચ બાવળિયાનો લાભ લઇને ચોર તત્વો આવા કારસ્તાને અંજામ આપતા હોવાનું કહેવામાં આવ્યું હતું. ઘરમાં પણ ચોર તત્વો પાછળના ભાગથી ઘરમાં ઘુસ્યા હોવાનું બહાર આવ્યું હતું.