તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હોમટેક્સટાઇલ્સ ઉત્પાદક વેલસ્પન ઇન્ડિયા લિમિટેડએ અંજારમાં તેના નીજવ એન્ટેન્ગલ્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોમટેક્સટાઇલ્સ ઉત્પાદક વેલસ્પન ઇન્ડિયા લિમિટેડએ અંજારમાં તેના નીજવ એન્ટેન્ગલ્ડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હોમટેક્સટાઇલ્સ ઉત્પાદક વેલસ્પન ઇન્ડિયા લિમિટેડએ અંજારમાં તેના નીજવ એન્ટેન્ગલ્ડ એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટ સાથે તેના ટેકનિકલ ટેક્સટાઇલ બિઝનેસમાં નવી ટેકનોલોજી સ્થાપિત કરી છે. સુવિધા માટે 150 કરોડ રુપયાના સ્પન લેસ અને નીડલ પન્ચ લાઇનની વિશિષ્ટ ક્ષમતાઓ ધરાવશે, જે વિવિધ એપ્લિકેશન્સ માટે બહુસ્તરીય કમ્પોઝાઇનું ઉત્પાદન કરી શકે છે. અત્યાધુનિક અને નવીન ટેકનોલોજી ફિલ્ટ્રેશન, એકાઉસ્ટિક્સ, ઓટોમોટિવ, ફાયર સેફ્ટી, થર્મલ ઇન્સ્યુલેશન, વાઇબ્રેશન કન્ટ્રોલ, નોઇઝ કન્ટ્રોલ, એરો-સ્પેસ, સંરક્ષણ અને સામૂહિક પરિવહન જેવી આધુનિક એપ્લિકેશન્સ માટે નોન-વૂવન સોલ્યુશન્સ પ્રદાન કરશે. ઉત્પાદન એકમની પ્રારંભિક વાર્ષિક ક્ષમતા 2,400 એમટી હશે. સુવિધા સાથે વેલસ્પને ફિનિશિંગ ટેકનોલોજીસની વિવિધ રેન્જમાં રોકાણ પણ કર્યું છે. કોટિંગ, લેમિનેટિંગ, ડાઇંગ અને પ્રિન્ટિંગ સામેલ છે. વેલસ્પને 100 કરોડનું રોકણ સાથે વાર્ષિક 10 મિલિયન યુનિટની ક્ષમતા અને મેડ-અપ્સ સેગમેન્ટમાં અત્યાધુનિક ઓટોમેટેડ કટ એન્ડ સ્યૂ યુનિટ પણ સ્થાપિત કર્યું છે. ગ્રૂપના ચેરમેન બી કે ગોએન્કાએ જણાવ્યું કે, ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવી સુવિધા ઔદ્યોગિક અને સંરક્ષણ એપ્લિકેશન્સ જેવા ઊંચી વૃદ્ધિના ક્ષેત્રોમાં અત્યાધુનિક સોલ્યુશન પૂરાં પાડશે.

વેલસ્પને 150 કરોડની આધુનિક ટેક્સટાઇલ્સ ઓફરનું વિસ્તરણ કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો