તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજાર શાકમાર્કેટમાં ફરી હાઇવોલ્ટેજ ડ્રામા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજાર શાકમાર્કેટમાં ફરી હાઇવોલ્ટેજ ડ્રામા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારશાકમાર્કેટમાં શુક્રવારે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં સાથે રહેલી સમાજસેવિકાએ શનિવારે ફરી શાકમાર્કેટમાં ફરી વળી વેપારીઓને પોતાની શાકભાજીની ગુણીઓ ઉપર રાખવાનું કહી અપશબ્દો બોલતાં બકાલું વેંચતી મહિલાઓએ તેમને ઘેરી માર્કેટ બંધ કરી હલ્લો મચાવતાં કહેવાતી સમાજસેવિકાએ પોલીસ બોલાવી ચૂપચાપ બહાર નીકળી ગયા હતા. અંજારમા એક સમાજસેવિકાએ શુક્રવારે નગરપાલિકાને સાથે રાખી શાકમાર્કેટમાં બકાલા વેંચનારાઓ દબાણ કરતા હોવાથી ભીડના કારણે છેડતી થતી હોવાની રાવ કરી હતી. જેથી પાલિકાએ નીચે બકાલુ વેંચનારાઓને થોળા સમય માટે હટાવી સંતોષ માન્યો હતો. ત્યારે શનિવારે સવારે 10 વાગ્યે ફરી કહેવાતી સમાજસેવિકાએ શાકમાર્કેટમાં ઘુસી નીચે પાથરીને બકાલું વેંચતા વેપારીઓને બેફામ બોલી અપમાનજનક શબ્દો બોલતાં બકલું વેંચતી મહિલાઓ રોષે ભરાઇ હતી. મહિલોએ ભેગા મળી માર્કેટ બંધ કરી સમાજસેવિકાને ઘેરી વળતાં તેમના પસીના છુટી ગયા હતા. જેથી તેમણે પોલીસ બોલાવી પોલીસની સામે ફરી રોફ જમાવી બેફામ બોલવાનું શરુ કરતાં પોલીસે પણ તેમને માપમાં બોલવાનું કહ્યું હતું. બાદમાં મામલો બિચકે તે પહેલા કહેવાતી સમાજસેવિકા મોકો મળે માર્કેટમાંથી છુમંતર થઇ ગઇ હતી. માર્કેટમાં થયેલી ગરમાગરમીમાં પોલીસે પણ વેપારીઓનો પક્ષ લેતાં સમાજસેવિકા મેદાન છોડી ગયા હતા.

સમાજસેવિકાના ગેરવર્તનથી સર્જાઇ બબાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો