તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારની શાળા નં. 3ની સંચાલિકા વિરુદ્ધ ફોજદારી નોંધવામાં પોલીસની ઢીલાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારની શાળા નં. 3ની સંચાલિકા વિરુદ્ધ ફોજદારી નોંધવામાં પોલીસની ઢીલાશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનીપ્રાથમિક શાળા નં. 3ના મધ્યાહન ભોજન સંચાલિકા દ્વારા નકલી સહી-સિક્કા દ્વારા આચરાયેલા કૌભાંડ મામલે મામલતદાર દ્વારા ફક્ત 6 મહિનાની રિકવરી વસૂલ કરી મામલો રફેદફે કરવામાં આવ્યા બાદ આચાર્યે પોલીસ ફરિયાદ કરવા અરજી આપ્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા ફોજદારી દાખલ કરવામાં આવી હતી. તો સૂત્રોએ મામલે એક ચોક્કસ સમાજવાડીમાં મામલાને સમેટવા બેઠક યોજાઇ હોવાનો દાવો કર્યો હતો. અરજી આપ્યાના 6 દિવસો બાદ પણ ફોજદારી દાખલ કરાતાં પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઇ હતી.

અંજારની શાળા નં. 3ના મધ્યાહન ભોજન સંચાલિકા કંચનબેન ઠક્કર દ્વારા આચાર્યના નકલી સહી-સિક્કા બનાવી આચરાયેલું કૌભાંડ બહાર આવતાં શરૂઆતથી મામલે મામલતદાર રાઠીએ સમગ્ર મામલે ભીનું સંકેલ્યું હતું. મામલતદાર પાસે 2 વર્ષના કૌભાંડના દસ્તાવેજો હોવા છતાં માત્ર 6 મહિનાની રિકવરી કરી મામલો આટોપી દીધો હતો. આચાર્ય અમરાભાઇ રબારી દ્વારા સંચાલિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી સાથે 60 પાનાના દસ્તાવેજોની નકલો ગત 8મી માર્ચે પોલીસને સોંપવામાં આવી હતી, પરંતુ પોલીસે સરકારી હોદ્દાની રૂએ નોંધાવેલી અરજીની ફરિયાદ લેતાં ક્યાંક પોલીસ પણ કૌભાંડને દબાવવા માગતી હોય તેવું માલૂમ પડ્યું હતું.

સમગ્ર મામલે અંજારના ઇન્ચાર્જ પીઆઇ કે.બી. ઝાલાને મામલે પૂછવામાં આવતાં તેમણે આવી કોઇ અરજી વિશે જાણકારી હોવાનું જણાવ્યું હતું, તો શાળાના આચાર્ય અમરાભાઇ રબારીએ પણ પોલીસ પાસે એફઆઇઆરની કોપી માગી હોવાનું જાણવા મળ્યું હતું. મામલે સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગત શુક્રવારે એક સમાજની સમાજવાડીમાં મામલા સાથે જોડાયેલા વ્યક્તિઓએ ગુપ્ત બેઠક કરી હતી, જેમાં સંચાલિકાનો પતિ ભરત ઠક્કર પણ સામેલ હોવાનો દાવો કરાયો હતો. બેઠકમાં મામલાને આટોપી લેવા માટેનો ‘એક્શન પ્લાન’ પણ તૈયાર થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. શાળા નં. 3 મામલે મામલતદાર રાઠી દ્વારા મામલો આટોપી લેવાયા બાદ પોલીસે પણ ફોજદારી દાખલ કરવામાં વિલંબ કરતાં મામલે ‘મેચ ફિક્સિંગ’ થઇ ગયું હોવાની શક્યતાઓને નકારી શકાય.

મામલો સંકેલવા એક સમાજવાડીમાં બેઠક યોજાઇ : સૂત્ર

તો કૌભાંડમાં મોટા માથાના કૌભાંડ બહાર આવી શકે

શાળા નં. 3ના સંચાલિકા દ્વારા આચરાતું કૌભાંડ બહાર આવ્યા બાદથી મામલતદાર દ્વારા કહેવાતી તપાસના નામે ફક્ત 6 મહિનાની તપાસ કરી રિકવરી લઇ મામલો આટોપાયો હતો અને હવે પોલીસ સરકારી સત્તાની રૂએ કરવામાં આવેલી ફરિયાદ નોંધતાં કૌભાંડમાં કાંઇક મોટું છૂપાવવાની કોશિશ થઇ રહી હોવાની ગંધ આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તંત્રની કચેરીઓમાં હપ્તા દ્વારા સમગ્ર કૌભાંડ ખુલ્લેઆમ કરવાની પરમિશન અપાય છે અને કેટલાક અધિકારીઓ વાર તહેવારે કૌભાંડ કરનારાઓ પાસે ‘દિવાળી’ લેવા પણ નીકળે છે. તેવામાં કૌભાંડનો રેલો ક્યાંક ઉપરના અધિકારીઓ સુધી પહોંચે તે માટે તપાસને રફેદફે કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો.

રિકવરીને લઇને મામલતદાર દ્વારા ભીનું સંકેલાયું, હવે પોલીસ દ્વારા ફોજદારી નોંધવામાં વિલંબ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો