- Gujarati News
- અંજારમાં મોડી સાંજે ગાંડાએ ત્રાસ મચાવી દુકાનો પર પથ્થરમારો કર્યો
અંજારમાં મોડી સાંજે ગાંડાએ ત્રાસ મચાવી દુકાનો પર પથ્થરમારો કર્યો
અંજારનાધમધમતા બસ સ્ટેશન વિસ્તારમાં મોડી સાંજે એક ગાંડા ઈસમે રીતસરનો આતંક મચાવી લોકોને ભયભીત કરી મૂક્યા હતા. ગાંડાએ કેટલીક દુકાનો પર કોઈ કારણોસર પથ્થરમારો કર્યો હતો, જેનાથી એક ક્લિનિક તથા ગેરેજના કાચ તૂટ્યા હતા તેમજ નાનું-મોટું નુકસાન પહોચ્યું હતું.
સાંજે 7:30 વાગ્યાના અરસામાં બસ સ્ટેશન નજીક પડ્યો-પાથર્યો રહેતો હસમુખ નામનો માનસિક અસ્થિર યુવાન અચાનક વિફર્યો હતો અને દુકાનો પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું હતું. પથ્થરમારાને લીધે ડો. આર.જી. છાયાના ક્લિનિકના કાચ તૂટ્યા હતા. ગાંડો વિફરતા કેટલાક જાગૃત નાગરિકોએ પોલીસને ફોન પણ કર્યો હતો, પરંતુ ગણતરીની મિનિટોના અંતરમાં પહોંચી શકે તેમ હોવા છતાં પોલીસ આવી નહોતી, અંતે એકાદ કલાક સુધી ધમાલ મચાવ્યા બાદ ગાંડો ઇસમ શાંત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.