• Gujarati News
  • National
  • અંજારની વીડી બગીચા પ્રાથમિક શાળાના આચાર્યને નિવૃત્તિ વિદાય

અંજારની વીડી બગીચા પ્રાથમિક શાળાના આચાર્યને નિવૃત્તિ વિદાય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર |શહેરની વીડી બગીચા પ્રાથમિક શાળાના આચાર્યા જયશ્રીબેન એમ. મચ્છોયા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં વિદાયમાન આપવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં જાગૃતિ પટેલે સ્વાગત કર્યા બાદ રંજન પરમારે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શાળાના સ્ટાફે પ્રતીક ભેટ આપી હતી. શાળાના હાલના આચાર્ય કીર્તિભાઇ પટેલે જયશ્રીબેનની સેવાને બિરદાવી હતી. આયોજન પંકજ પટેલે, જ્યારે આભારવિધિ ચાંદની દવેએ કરી હતી. સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...