તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લો કરો વાત! અંજારમાં પોલીસકર્મીના ઘરે ચોરોએ હાથ સાફ કર્યા

લો કરો વાત! અંજારમાં પોલીસકર્મીના ઘરે ચોરોએ હાથ સાફ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારશહેરમાં ચોરીના વધતાં બનાવો સામે પોલીસ લાચાર સાબિત થઇ રહી છે તેવામાં અંજાર પોલીસમાં ફરજ બજાવતાં પોલીસકર્મીના ઘરે ચોરોએ હાથ મારતાં પોલીસબેડામાં ચર્ચાઓ શરુ થઇ હતી. ચોરોએ પોલીસકર્મીના ઘરેથી વિવિધ સામાન ચોરી પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જો કે બનાવ બાદ પોલીસે સંદર્ભે ચોરીની ફરિયાદ દાખલ થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો.

અંજારમાં છેલ્લા થોડા સમયથી અંજાર શહેરની ભાગોળે આવેલી સોસાયટીઓમાંથી દરરોજ ચોરીના બનાવો બનતા રહે છે. ત્યારે ચોરીના થોકબંધ ગુનાઓ બન્યા બાદ પણ અંજાર પોલીસ ચોરીની ઘટનાઓમાં નિષ્ક્રિય રહેતી હોવાની શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે. તેવામાં અંજાર શહેરમાં રવિવારે ચોરોએ પોલીસકર્મીના ઘરે ખાતર પાડીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. અંજારના આશાબા વે બ્રિજ

...અનુસંધાનપાના નં. 6પાસેઆવેલા હોન્ડાના શો રૂમ નજીક નવી બનેલી સોસાયટીમાં ઘર ધરાવતાં અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એક પોલીસકર્મીના બંધ ઘરમાં ચોરો ત્રાટક્યા હતા. તસ્કરો મકાનમાં પડેલી ટીવી તેમજ અન્ય મોંધો ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપાડી ગયા હોવાનો સૂત્રોએ દાવો કર્યો હતો. તો મામલે ભોગ બનનાર પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવતાં કેટલો માનસામાન ચોરાયો તે વિશે વધુ વિગતો મેળવી શકાઇ નહતી. મહત્વનું છે કે અંજાર શહેરમાં બનતી ચોરીની ફરિયાદોને હળવાશથી લેતી અંજાર પોલીસ ખુદ પોલીસકર્મીના ઘરે ચોરી બાદ કઇ કાર્યવાહી કરશે તે તપાસનો વિષય છે.

આશાબા વે બ્રિજ પાસે નવનિર્મિત મકાનમાંથી માલમત્તા ચોરાઇ

અન્ય સમાચારો પણ છે...