• Gujarati News
  • ચાંદ્રોડામાં મિલકતના કાગળો માટે પૌત્રીએ કરી દાદીની હત્યા

ચાંદ્રોડામાં મિલકતના કાગળો માટે પૌત્રીએ કરી દાદીની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારતાલુકાના ચાંદ્રોડા ગામમાં એક યુવાનવયની પૌત્રીએ મિલકતના કાગળો માટે તેના વૃદ્ધ વયના દાદીને મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ભારે ચકચાર વ્યાપી ગઈ હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, ચાંદ્રોડામાં સોમવારે બપોરે બારથી સાડા બાર દરમિયાન 65 વર્ષીય રામઈબેન હમીર આહિર(65)ને તેની પૌત્રી રૂક્ષ્મણિ બાબુભાઈ આહિર(21)એ ગળદાપાટુનો માર માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે વૃદ્ધાનું ઘરમાં મૃત્યુ થયું હતું.

આરોપી યુવતીના પિતા બાબુભાઇને તેની પત્ની લખીબેન અને દીકરી રૂક્ષ્મણિ સાથે લાંબા સમયથી મનમેળ નહોતો. માતા-પુત્રીએ મળીને કાઢી મૂકતાં બાબુભાઇ પોતાની માતા રામઇબેનને ત્યાં રહેતા હતા.

બાબતનું મનદુ:ખ રાખીને સોમવારે બપોરે રૂક્ષ્મણિ તેની દાદીના ઘરે મિલકતના કાગળો માગવા ગઈ હતી. રાશનકાર્ડમાંથી પોતાનું નામ અલગ કરવા બન્ને મા-દીકરી ઝઘડા કરતા હતા, તે દરમિયાન બાબુભાઇએ પોતાનું રાશનકાર્ડ અને પાસપોર્ટ રામઇબેનને સાચવવા આપ્યા હતા. આજે મુદ્દે આરોપી

...અનુસંધાનપાના નં. 2

યુવતીએપોતાની દાદી રામઇબેન પાસે જઇને ચીજો પરત લેવા બોલાચાલી કરી હતી. તે દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પકડી લેતાં યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને રામઇબેનને માર માર્યો હતો.

ઘરના અન્ય સભ્યો દોડીને આવે તે પહેલાં રામઇબેનને ગળું દબાવાથી તેમજ આંતરિક ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું. હતભાગીના પતિ હમીરભાઈ ધનાભાઈ આહિરની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં રોજીરોટી અર્થે બાબુભાઇ વલસાડ ચાલ્યા ગયા હતા. 20 દિવસ પહેલાં તેઓ ચાંદ્રોડા પરત ફર્યા હતા.

ગામમાં હત્યાના પ્રથમ બનાવથી ગ્રામજનો હતપ્રભ

અંજારથી22કિ.મી. દૂર આવેલા નાના ગામમાં હત્યાનો પ્રથમ બનાવ બનતાં ગ્રામજનો હતપ્રભ બન્યા હતા. મૃતકનું ઘર ગામના ચોકથી નજીક આવેલું હોવાથી ગ્રામજનો ચોરા પર આવી ગયા હતા . લોકમૂખે બનાવની ચર્ચા જામી હતી. સરપંચ બાબુ વેલા મરંડના જણાવ્યાનુસાર આહિર બહુમતી ધરાવતું ગામ શાંતિપ્રિય છે, હત્યાનો બનાવ ગ્રામજનો જલદી ભૂલી શકશે નહીં.

દાદી તરફડ્યાં, પૌત્રીએ કાગળિયા ફંફોસ્યા !

દાદીનેમારમાર્યા બાદ તેમને આંતરિક ઇજાઓ પહોંચી હતી. રામઇબેન અંતિમ શ્વાસ લઇ રહ્યા હતા, ત્યારે જાણે કંઇ બન્યું હોય તેમ પૌત્રી તેમના ઘરમાં પિતાના રાશનકાર્ડ અને અન્ય કાગળિયા શોધતી હોવાનું મૃતકના પરિવારજનોએ કહ્યું હતું.

એક વર્ષ પહેલાં પણ પૌત્રીએ હુમલો કર્યો હતો